દીકરીના જન્મના 27 દિવસ બાદ ખુબ જ ફિટ જોવા મળી અનુષ્કા શર્મા, તસ્વીર શેર કરીને બતાવી પોતાની ફિટનેસ

ફેન્સ માટે ખુશખબરી: બાળક આપ્યાના થોડાક જ દિવસમાં અનુષ્કા શર્માનું ફિગર પાછું આવી ગયું- જુઓ PHOTOS

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ માતા-પિતા બનવાની ખુશ ખબરી આપવાની સાથે દીકરીનો પહેલો લુક પણ ચાહકોને બતાવી દીધો છે. વિરાટ અને અનુષ્કા પોતાની દીકરીને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. દરેક વ્યક્તિ તેમની માતા-પિતા બનવાની સફરને જાણવા માંગે છે. ત્યારે હાલ અનુષ્કાએ પોતાની એક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી છે.

અનુષ્કાએ દીકરી જન્મ બાદ પહેલીવાર પોતાની એક સુંદર તસવીર શેર કરી છે. આ તસ્વીરમાં અનુષ્કા ખુબ જ ફિટ નજર આવી રહી છે. અનુષ્કા હવે પહેલાની જેમ જ ફિટ અને એટલી જ સુંદર નજર આવી રહી છે.

આ તસ્વીર જોઈને લાગે રહ્યું છે કે તે અનુષ્કાના વર્કઆઉટ દરમિયાનની તસ્વીર છે. આ તસ્વીરમાં તે પાઉટ બનવાતી જોવા મળી રહી છે. તો તેમાં અનુષ્કાનો બ્લેક અવતાર નજરે ચઢે છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કાએ આ તસ્વીર શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે “મારો મનગમતો ડ્રેસ કોડ”સાથે જ તેને એક સ્માઈલી ઇમોજી પણ પોસ્ટ કર્યું છે. અનુષ્કા અને વિરાટના ચાહકો તેની આ તસ્વીરને ખુબ જ પસંદ કરી રહ્યા છે. ચાહકો લાઈક અને કોમેન્ટ દ્વારા અનુષ્કાની ફિટનેસની પણ પ્રસંશા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

હાલમાં જ અનુષ્કાના પતિ વિરાટ કોહલીએ એ વાતનો ખુલાસો કર્યો હતો કે તેને પોતાના બેબીનું ડાયપર બદલવાનું કેવી રીતે શીખ્યું ? વિરાટે જણાવ્યું હતું કે ઘરેથી પોતાની ટીમને ચીયર કરતા કરતા જ બાળકીનું ડાયપર બદલતા શીખી ગયો. એટલા માટે ડાયપર બદલવું બહુ મુશ્કેલ નથી. કારણ કે હું તેને શીખવા માંગતો હતો.

વિરાટે એમ પણ જણાવ્યું હતું કે તેને હજુ આ કામમાં મહારથ નથી મેળવી. પરંતુ તે જે કઈ શીખ્યો છે તેનાથી સંતુષ્ટ છે.

Niraj Patel