અનુપમા : કોઇ સોફ્ટવેર એન્જીિયર, કોઇ ફિલોસોફીમાં ગ્રેજયુએટ તો કોઇ પાસે હોટલ મેનેજમેન્ટની છે ડિગ્રી, આટલુ ભણેલા છે શોના સ્ટાર્સ

દમદાર કહાની અને મજેદાર ટ્વિસ્ટ સાથે ટીવી શો “અનુપમા” છેલ્લા કેટલાક સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોને ટીવી પર ઓન એર થયાને વધારે સમય નથી થયો અને આ શોએ થોડા જ સમયમાં દર્શકોના દિલમાં તેની એક અલગ જગ્યા જ બનાવી દીધી છે.

અભિનેત્રી રૂપાલી ગાંગુલી તેના પોપ્યુલર શો “અનુપમા’માં એક ભણ્યા વગરની મહિલાનું પાત્ર નિભાવી રહી છે. જો કે, જે રીતે તે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, તેનાથી દર્શકો ઘણા ઇમ્પ્રેસ છે. પરંતુ શુ તમે જાણો છો કે, રૂપાલી ગાંગુલીએ અસલ જીવનમાં હોટલ મેનેજમેન્ટની ડિગ્રી હાંસિલ કરી છે.

આજે આપણે જાણીશુ શોના પાત્રોની ડિગ્રી વિશે કે કોણે કઇ કઇ ડિગ્રી તેમના અસલ જીવનમાં હાંસિલ કરી છે. તો ચાલો જાણીએ કે અનુપમાની સ્ટારકાસ્ટ કેટલી ભણેલી છે.

1.રૂપાલી ગાંગુલી : અભિનેત્રી રૂપાલી ગાંગુલી આ શોમાં ટાઇટલ પાત્ર નિભાવી રહી છે. તેણે તેના અસલ જીવનમાં હોટલ મેનેજમેન્ટની ડિગ્રી હાંસિલ કરી છે.

2.સુધાંશુ પાંડે : શોના લીડ પાત્રોમાંના એક વનરાજ શાહ એટલે કે સુધાાંશુ પાંડેએ આર્મી સ્કૂલનો અભ્યાસ કર્યો છે. તે આર્મી ઓફિસર બની દેશની સેવા કરવા ઇચ્છતા હતા પરંતુ ગુડ લુક્સને કારણે તેમને 19 વર્ષની ઉંમરે જ મોડલિંગનો મોકો મળ્યો અને પછી તે ગ્લેમરસની દુનિયામાં આવી ગયા.

3.મદાલસા શર્મા : શોમાં નેગેટિવ રોલમાં જોવા મળતી કાવ્યા એટલે કે મદાલસા શર્માને બાળપણથી જ અભિનયનો શોખ હતો. તેના પિતા ડાયરેક્ટર, રાઇટર, પ્રોડ્યુસર રહ્યા છે અને માતા અભિનેત્રી રહી છે. એ જ માટે તેણે અભિનય ઉપરાંત કોઇ બીજા કરિયર વિશે વિચાર્યુ નહિ. તેના ડ્રીમ જોબની વાત કરીએ તો તે અભિનેત્રી ના બનતી તો ડાંસ ફીલ્ડમાં જરૂર જતી.

4.નિધિ શાહ : શોમાં અનુપમાની વહુ કિંજલનું પાત્ર નિભાવનાર અભિનેત્રી નિધિ શાહ બેચલર ઓફ કોમર્સ છે. પરંતુ તે તેના અભ્યાસ દરમિયાન ફેશન ડિઝાઇનિંગના સપના જોતી હતી. એ માટે તેણે ગ્રેજ્યુએશન બાદ એક વર્ષનો ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે.

5.આશીષ મહરોત્રા : શોમાં પારિતોષ શાહનું પાત્ર નિભાવતા અભિનેતા આશીષ મહરોત્રા બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો કોર્સ શરૂ કર્યો હતો પરંતુ કોઇ કારણ સર તેને વચ્ચેથી ડ્રોપ આઉટ કરી દીધો. તેને અભિનય સાથે સાથે ડાયરેક્શનનો પણ શોખ છે. એટલું જ નહિ, આશીષે 12 વર્ષ સુધી ડાંસ કોરિયાગ્રાફી પણ કરી છે. સાથે જ મુંબઇમાં કેટલાક પ્લે પણ ડાયરેક્ટ કર્યા છે.

6.તસનીમ શેખ : શોમાં અનુપમાની વેવાણ એટલે કે રાખી દવેનું પાત્ર નિભાવતી અભિનેત્રી તસનીમ શેખે સોફ્ટવેર એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

7.પારસ કલનાવત : શોમાં અનુપમાના નાના અને લાડલા દીકરાનું પાત્ર નિભાવતા અભિનેતા પારસ કલનાવતે કોમર્સમાં બેચલર્સ કર્યુ છે. તેણે તા બાદ ડાંસમાં ડિપ્લોમાં કર્યુ છે.

 

Shah Jina