અનુપમા અને અનુજની લવ સ્ટોરીને લાગશે આ હસીનાનું ગ્રહણ ! અનુપમાની સોતન બનીને એન્ટ્રી મારશે આ કાતિલ હસીના- જુઓ તસવીરો

અનુપમાના જીવનમાં આવવાનું છે નવું વાવાઝોડું, રહસ્યનો પર્દાફાશ થતા દર્શકોના જીવ અદ્ધર થશે- જાણો વિગત

સ્ટાર પ્લસનો શો “અનુપમા” એકદમ મજેદાર બની ગયો છે. અહેવાલ છે કે એક ખૂબ જ સુંદર અભિનેત્રી આ શોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે, જે અનુજની પૂર્વ પ્રેમિકાની ભૂમિકા ભજવશે. રિપોર્ટ અનુસાર, ટીવી સીરિયલ ‘એક્સ્ટ્રીમલી’ સ્ટાર અનેરી વિજાન શોમાં એન્ટ્રી કરવાની છે. મીડિયા રીપોર્ટ અનુસાર, અનુપમા સિરિયલમાં અનેરી વજાણી અનુજની ભૂતપૂર્વ પ્રેમિકાનો રોલ કરશે. શોમાં અનેરીની એન્ટ્રી શાનદાર રહેવાની છે.

મીડિયા રિપોર્ટમાં અનેરીની એન્ટ્રી અંગે કહેવામાં આવી રહ્યું છે કે, અનેરી પણ અનુજની જેમ અનુપમાના ક્લાસમેટ તરીકે આવશે, જે અનુજને પહેલાથી જ ખૂબ પ્રેમ કરતી હતી અને બંને તેમના જીવનમાં તેમના પ્રેમથી ખુશ પણ હતા. પરંતુ કોઈ કારણસર બંનેનો સંબંધ તૂટી ગયો. જો કે, અનેરી વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાખી દવે સાથે અનેરીનો સંબંધ થોડો ઊંડો હશે અને તેના દ્વારા અનેરીના ખાસ જોડાણને કારણે તે શાહ પરિવાર અને અનુજના જીવનમાં પ્રવેશ કરશે.

હવે અનુપમાના જીવનમાં અનેરીની એન્ટ્રીની શું અસર થશે તે તો આવનારા એપિસોડમાં જ ખબર પડશે. અનેરીની એન્ટ્રી અંગે હજુ સુધી નિર્માતાઓ અથવા અભિનેત્રી તરફથી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. જો કે, શોમાં એન્ટ્રીને લઇને અનેરી સમાચારોમાં છવાયેલ છે. જણાવી દઈએ કે અનેરી પહેલીવાર ટીવી શો ‘નિશા ઔર હર કઝીન’માં જોવા મળી હતી. આ પછી અનેરી ક્રેઝી સ્ટુપિડ ઇશ્ક, બેહદ, સિલસિલા બદલતે રિશ્તો કામાં જોવા મળી હતી. અનેરીએ જે પણ ટીવી શોમાં કામ કર્યું છે તે હંમેશા TRP લિસ્ટમાં ટોપ પર રહ્યો છે. હવે અનેરીના અગાઉના ટીવી શોને જોતા એવું લાગે છે કે અનુપમા તેના ટ્વિસ્ટ અને ટર્ન્સમાં સફળ થવા જઈ રહી છે.

‘બેહદ’ ફેમ અનેરી વજાની ઘણી સીરિયલ્સમાં જોવા મળી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની હોટ સ્ટાઇલ માટે ફેમસ છે. હાલમાં જ તેણે એક તસવીર શેર કરી હતી જેમાં તે પેડેડ બ્રા પહેરેલી જોવા મળી હતી. આ તસવીર જોયા બાદ ટ્રોલર્સ દ્વારા અનેરીને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને ગૌરવ ખન્ના સ્ટારર સિરિયલ ‘અનુપમા’માં અનુજ અને અનુપમા ધીમે ધીમે નજીક આવી રહ્યા છે. સાથે જ બાપુજીએ પણ અનુજ અને અનુપમાના સંબંધોને પોતાની મંજૂરી આપી દીધી છે. આવી સ્થિતિમાં હવે ચાહકો અનુજ અને અનુપમાના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકો ઈચ્છે છે કે અનુજ અને અનુપમા વહેલામાં વહેલી તકે લગ્ન કરી લે.

હવે સિરિયલોની દુનિયામાં ડ્રામા વગર કોઈ કામ થતું નથી. આવી સ્થિતિમાં અનુજ અને અનુપમા લગ્ન પહેલા અનેક તોફાનોનો સામનો કરવાના છે. ટૂંક સમયમાં અનુપમાની સૌતનની એન્ટ્રી સિરિયલમાં થવાની છે. સીરીયલ બેહદ અને સિલસિલા બદલતે રિશ્તો કા જેવા શોમાં કામ કરી ચુકેલી ટીવી અભિનેત્રી અનેરી વજાની ટૂંક સમયમાં અનુપમા સીરીયલમાં ધમાકેદાર થવા જઈ રહી છે.

અત્યાર સુધી અનુપમા સિરિયલમાં અનુજના અંગત જીવન વિશે કશું બતાવવામાં આવ્યું નથી. અનેરી વજાણીના આગમન સાથે અનુજના જીવનના ઘણા છુપાયેલા રહસ્યો ખુલવા જઈ રહ્યા છે. અનેરી વજાણીની એન્ટ્રી બાદ અનુપમાની સામે અનુજના ઘણા રહસ્યો બહાર આવશે. આવી સ્થિતિમાં અનુપમા અને અનુજના લગ્ન પણ જોખમમાં આવી શકે છે. અનુજ અને અનુપમાના સંબંધોની પુષ્ટિ થાય તે પહેલાં જ અનેરી શોમાં એન્ટ્રી કરશે. આવી સ્થિતિમાં અનુજ અને અનુપમાએ હવે લગ્ન કરવા માટે વધુ પાપડ વણવા પડશે એમ કહેવું ખોટું નહીં હોય.

Shah Jina