શ્રીદેવીના મૃત્યુ બાદ અનુપમાએ ઘણા દિવસો સુધી ધોયા ન હતા વાળ, રડી રડીને થઇ ગઇ હતી એવી હાલત કે…

શ્રીદેવીને લીધે ‘અનુપમા’એ કેટલાય દિવસો સુધી નહોતા ધોયા વાળ, કારણ જાણીને હોંશ ઉડશે

ઘણા સમયથી લાખો લોકોના ગિલ પર રાજ કરાનારી અભિનેત્રી શ્રીદેવીનું નિધન વર્ષ 2018માં થયું હતું. શ્રીદેવી ભલે આપણા વચ્ચે નથી પરંતુ તેઓની યાદ, તેમનો અભિનય તેમની ખૂબસુરતી હંમેશા જીવિત રહેશે.

Image source

પોપ્યુલર શો અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીએ તેમને યાદ કરીને એક કિસ્સો જણાવ્યો છે. રૂપાલી ગાંગુલી જાણીતા ફિલ્મમેકર અનિલ ગાંગુલીની દીકરી છે અને એ જ કારણે બાળપણથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફિલ્મ સ્ટાર્સ સાથે કનેક્શન રહ્યુ છે. પરંતુ શ્રીદેવીની વાત જ કંઇ અલગ હતી. રૂપાલીને તેમનાથી ખાસ લગાવ હતો. એક રીપોર્ટ અનુસાર શ્રીદેવી વિશે વાત કરતી વખતે રૂપાલી ગાંગુલીએ તે કિસ્સો કહ્યો જયારે શ્રીદેવીએ તેમના માથાને ચુમ્યું અને આ જ કારણથી તેઓએ ઘણા દિવસો સુધી માથું ધોયુ નહતું.

Image source

ટીવી શો અનુપમામાં લીડ રોલ કરી રહેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ જણાવ્યુ હતુ કે, થોડા વર્ષો પહેલા એક એવોર્ડ ફંકશનમાં તે શ્રીદેવીને ફરી મળ્યા હતા. હું તેમને મળતાની સાથે જ સ્તબ્ધ થઇ ગઇ. એક શબ્દ પણ ન બોલી શકી. ધીરેથી તેમની પાસે ગઇ અને એક સેલ્ફી લેવા કહ્યુ. તેમજ એવી વિનંતિ પણ કરી કે હું તેમને ગળે લાગી શકું ?

Image source

રૂપાલી ગાંગુલીએ શ્રીદેવીને પોતાના એક્ટિંગ કરિયર વિશે જણાવ્યુ તો તેમણે કહ્યુ કે, તેઓએ મને આતિશની ધારાવાહિક સારાભાઇ વર્સિસ સારાભાઇમાં જોયા હતા. આ સાંભળી રૂપાલી ખૂબ જ ખુશ થઇ ગઇ હતી.

રૂપાલીએ આગળ જણાવ્યુ કે, જયારે અચાનક શ્રીદેવીના મૃત્યુના સમાચાર મારા માટે આઘાતજનક હતા હું રોતી રહી હતી. અનુપમા શોમાં રૂપાલીએ શ્રીદેવીના ગીત હવા હવાઇ પર ડાન્સ કર્યો હતો અને આ માટે તે પોતાને ધન્ય મહેસુસ કરતી હતી.

શ્રીદેવીની મૃત્યુ 24 ફેબ્રુઆરી 2018માં થઇ હતી. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ડૂબવાથી મૃત્યુ થયુ છે તેવું સામે આવ્યુ હતું.

Shah Jina