ગ્લેમરની ચકાચોંધ લાઈફ સ્ટાઇલ છોડીને આદ્યાત્મના રસ્તા ઉપર ચાલી નીકળી “અનુપમા”ની આ અભિનેત્રી, ગાયોની કરે છે સેવા, તસવીરો દિલ જીતી લેશે

બૉલીવુડ અને ટીવી જગતના ઘણા બધા કલાકારો એવા છે જેમને ગ્લેમરની દુનિયા છોડી અને અધ્યાત્મનો માર્ગ અપનાવ્યો છે. ગ્લેમરની દુનિયામાં આવવું પણ સહેલું નથી હોતું, આ જગ્યાએ પહોંચવા માટે ઘણી બધી મહેનત પણ કરવી પડે છે અને પોતાનો ટેલેન્ટ પણ બતાવવો પડે છે, પરંતુ ઘણા સ્ટાર્સ એવા છે જેમને એક મુકામ ઉપર પહોંચ્યા બાદ આ લાઈફ સ્ટાઇલને અલવિદા કહી દીધી છે. આવી જ એક અભિનેત્રી છે, જેને ટીવીની સૌથી પ્રખ્યાત ધારાવાહિક “અનુપમા”માં કામ કર્યું છે.

સ્ટાર પ્લસનો પોપ્યુલર શો અનુપમા છેલ્લા ઘણા સપ્તાહથી ટીઆરપીમાં ટોપ પર રહે છે. આ શો જયારથી શરૂ થયો છે ત્યારથી દર્શકોએ તેને ઘણો પ્રેમ આપ્યો છે. આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે લીડ રોલ રૂપાલી ગાંગુલી પ્લે કરી રહી છે. પરંતુ અનુપમા સાથે સાથે બધા સ્ટાર્સ આ દિવસોમાં દર્શકો પર રાજ કરી રહ્યા છે. ત્યારે આ શોનું એક પાત્ર છે જેને પોતાના અભિનય દ્વારા દર્શકોના દિલ ઉપર રાજ કર્યું હતું.

અભિનેત્રી અનઘા ભોસલે કે જે શોમાં સમરની ગર્લફ્રેન્ડ નંદિનીનું પાત્ર નિભાવી રહી હતી તેણે જાહેરાત કરી છે કે તે માત્ર શોને જ નહીં પરંતુ અભિનયની દુનિયાને પણ અલવિદા કહીને આધ્યાત્મનો માર્ગ અપનાવ્યો છે. અનઘાના જણાવ્યા પ્રમાણે, તે તેના જીવનમાં શાંતિ મેળવવા ઇચ્છતી હતી અને તેથી જ તેણે અભિનય છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કરવાનો નિર્ણય લીધો છે.

તે અભિનયથી દૂર કૃષ્ણ ભક્તિમાં પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જો કે, આ દરમિયાન, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, સાથે જ ફોટો અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે કનેક્ટ થવાની તક ગુમાવતી નથી. થોડા સમય પહેલા જ અનઘા ભોસલેએ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે યમુના નદીના કિનારે સૂર્યને નમન કરતી જોવા મળી હતી.

અભિનેત્રી અનઘા ભોસલે જ્યારે યમુના નદીના કિનારે પગથિયાં પર બેસીને સૂરજને નમન કરતી જોવા મળી હતી. અભિનેત્રી તેના કપાળ પર તિલક સાથે ગુલાબી સાડી પહેરેલી જોવા મળી હતી. અનઘા ભોંસલેએ આ પોસ્ટ શેર કરીને ચાહકોને યમુના નદીની શુદ્ધતાથી વાકેફ કર્યા છે. તેણે લખ્યું, ‘ગંગાની જેમ યમુના નદીની પણ હિંદુ ધર્મમાં પૂજા થાય છે.

હિંદુ માન્યતાઓ અનુસાર યમુના ભગવાન સૂર્યની પુત્રી અને યમની બહેન છે અને તેને યમી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રચલિત દંતકથાઓ અનુસાર, તેના પવિત્ર જળમાં સ્નાન કરવાથી મૃત્યુની પીડામાંથી મુક્તિ મળે છે.’ ફોટામાં અનઘા ભોસલે યમુના નદીના મોજાની પ્રશંસા કરતી જોવા મળી હતી. ફોટામાં અભિનેત્રીની સ્ટાઈલ જોવા જેવી હતી.

અનઘા ભોસલેએ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીને ઓળખવી પણ મુશ્કેલ બની રહી છે. તસવીરોમાં અભિનેત્રી ગાયના શેડમાં જોવા મળી હતી. આ તસવીરોમાં અભિનેત્રીએ સિમ્પલ બ્લુ શર્ટ સાથે બ્લેક કલરની જીન્સ પહેરેલા હતા. જેમાં તમે તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો.

અભિનેત્રીએ ગાયના શેડની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી ગાયને ચાહતી જોવા મળી રહી છે. આ સાથે તે ખૂબ જ ખુશ પણ દેખાઈ રહી છે. આ તસવીરો અનઘાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે જબરદસ્ત કેપ્શન લખવામાં આવ્યું છે જે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે.

અનઘાએ કેપ્શનમાં લખ્યું- ‘જ્યાં તમારા દિલમાં માત્ર પ્રેમ હોય છે, ત્યાં માત્ર પ્રેમ જ બહાર આવે છે. હું ગોપીનાથ અને દામોદર પ્રિયા સાથે.” ચાહકો પણ અનગા ભોંસલેની તસવીરો પર પ્રેમ વરસાવવાથી પાછળ ન રહ્યા. અભિનેત્રીના ફોટા પર કોમેન્ટ કરતા એક ફેને લખ્યું, “રાધે કૃષ્ણ…” જ્યારે બીજા ફેને લખ્યું, “રાધે રાધે.”

Niraj Patel