શું અનુપમા કરશે અનુજ સાથે લગ્ન ? બાળકો અને પરિવારની સામે જ વનરાજ અનુપમા અને અનુજનુ કરશે ખરાબ અપમાન

રૂપાલી ગાંગુલી સ્ટારર ટીવી શો “અનુપમા”માં આ દિવસોમાં ઘણા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. ત્યારે હવે આવનારા એપિસોડમાં એક મોટો અને મહત્વનો શોમાં ટર્ન આવી રહ્યો છે, જેમાં અનુપમાની લાઇફ પૂરી રીતે બદલાવાની છે અને અનુપમાનુ જીવન ફરીથી ગુલજાર થવાનું શરૂ થશે. હવે એવામાં દર્શકોનો સવાલ એ છે કે, શું શોના આવનારા એપિસોડમાં અનુપમાનો રોમેન્ટિક અંદાજ જોવા મળશે ?

અનુજ કપાડિયાની શોમાં જયારથી એન્ટ્રી થઇ છે, ત્યારથી અનુપમાની લાઇફમાં બદલાવ આવી રહ્યા છે. અનુપમાને નોકરી મળી ગઇ છે. તે અનુજ સાથે મળી ઘણી મહિલાઓની લાઇફ બનાવવાનું કામ કરી રહી છે. એવામાં હવે અપકમિંગ એપિસોડ્સમાં ઘણા ટ્વિસ્ટ જોવા મળવાના છે. અનુપમાનું જીવન હવે અલગ ટ્રેક પર આગળ વધવાનું છે. અનુપમાએ હવે શાહ હાઉસ છોડવાનો નિર્ણય કરી લીધો છે. આવનારા એપિસોડમાં અનુપમાને ફ્રીડમ અને હેપ્પીનેસનો અહેસાસ થશે, આ અહેસાસ એવો હશે કે જે તેણે પહેલા કયારેય મહેસૂસ નહિ કર્યો હોય.

હાલમાં અનુપમાનો એક પ્રોમો જોરદાર વાયરલ થઇ રહ્યો છે અને દર્શકો પણ એ જાણવા ઇચ્છે છે કે શું અનુપમા ખરેખર શાહ હાઉસ છોડી દેવાની છે અને એ ઘર છોડવાની છે તો કેમ ? વનરાજ આખા પરિવાર અને બાળકોની સામે અનુપમાનું અપમાન કરે છે. તે અનુજ અને અનુપમાનું અપમાન કરે છે અને કહે છે કે તમે બંને રાત્રે એક રૂમમાં… આ વાત સાંભળીને અનુપમા વનરાજ પર ગુસ્સે થાય છે

અનુપમા કહે છે, “ઘણું સન્માન થઇ ગયુ, અગ્નિપરીક્ષા રામને આપવામાં આવે છે, રાવણને નહીં. ત્યારે અનુપમાની આ વાત સાંભળી બા આ વાત પર અનુપમા પર ગુસ્સો કરે છે ત્યારે અનુપમા તેમને પણ હાથ બતાવી દે છે અને કહે છે કે – હવે જો હું આ ઘરમાં રહીશ તો કાન્હા જીની સોગંદ આ ઘર ઘર નહીં રહે. એટલા માટે હું આ ઘર છોડી રહી છું.

આ પહેલા બને છે એવું કે તે બંને મીટીંગ માટે ગયા હોય છે અને અચાનક મોસમ ખરાબ થઇ જાય છે અને જોરદાર વરસાદ પણ વરસવાનો શરૂ થઇ જાય છે, જેને કારણે અનુજને ગાડી ચલાવતા કંઇ દેખાતુ નથી હોતુ અને ત્યાં જ અચાનક તેમની કાર બગડી જાય છે ત્યારે અનુજ અને અનુપમા બંને ત્યાં નજીક એક ઘરમાં રોકાય છે અને બંને એક સાથે સમય વીતાવે છે. ત્યારે જ હવે અપકમિંગ એપિસોડ્સ ખૂબ જદિલચસ્પ થવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Anupama ❤️ (@anupama.love.you_)

Shah Jina