બેંગકોકમાં ગયેલા અનુપમ ખેરને રસ્તા પર જોવા મળી મહાદેવ અને પાર્વતી માતાની મોટી મોટી પ્રતિમાઓ, વીડિયો બનાવીને કહ્યું એવું કે… જુઓ
Anupam Kher Video from Thailand: ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો સતત ચર્ચામાં રહેતા હોય છે. ઘણા કલાકારો એવા હોય છે જે તેમના ચાહકો સાથે સતત જોડાયેલા રહે છે અને પોતાના જીવન વિશેની અપડેટ પણ શેર કરતા રહે છે. ત્યારે એવા જ એક ખ્યાતનામ અભિનેતા છે અનુપમ ખેર. (Anupam Kher) જે પણ પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલા રહે છે અને પોતાના પ્રવાસ દરમિયાનના વીડિયો પણ શેર કરતા રહે છે.
અનુપમ ખેર હાલમાં થાઈલેન્ડના (Thailand) બેંગકોકમાં (Bangkok) છે. તેમણે ટ્વિટર પર ચાહકો સાથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીની મૂર્તિ થાઈલેન્ડના હાઈવે પર સ્થાપિત છે. અનુપમ ખેર આ જોઈને દંગ રહી ગયા. વીડિયો શેર કરતી વખતે તેમણે ‘જય શિવ શંભુ’ ના નારા લગાવ્યા છે અને કહ્યું છે કે કેટલીકવાર આપણે ભગવાનને આપણી આંખોથી જોઈ શકતા નથી, પરંતુ તેમના આશીર્વાદ દરેક જગ્યાએ છે.
અનુપમ ખેરે શેર કરેલો વીડિયો 1 મિનિટ લાંબો છે. આમાં તે ખૂબ જ વ્યસ્ત હાઇવેની બાજુમાં ઉભા છે, જ્યારે રસ્તાની બીજી બાજુ ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીની મૂર્તિઓ છે. વીડિયોમાં અનુપમ ખેર કહે છે, “મિત્રો, હું તમને ભારતના દેવી-દેવતાઓ, ભારતની પરંપરા, ભારતની સંસ્કૃતિનું વિશ્વમાં મહત્વ બતાવું છું. થાઇલેન્ડમાં હાઇવે પર મેં શું જોયું તે જુઓ. અનુપમ ખેરનું કહેવું છે કે તેઓ બેંગકોકથી 3 થી 4 કલાકના અંતરે છે અને અહીં રોડ કિનારે ભગવાન શિવ, મા પાર્વતી અને ગણેશની મૂર્તિઓ જોઈને અભિભૂત થઈ ગયા છે.
અનુપમ ખેર વીડિયોમાં આગળ કહે છે, ‘જય શિવ શંભુ. મિત્રો, આ ભારતની મહાનતા છે. આ આપણા દેવી-દેવતાઓની હાજરી છે, જેઓ માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ વિશ્વના તમામ દેશોને તેમના વરદાન અને આશીર્વાદ આપે છે. જય શિવ શંભુ. આ વીડિયો શેર કરતી વખતે અનુપમ ખેરે એક કેપ્શન પણ લખ્યું છે.
It was an amazing feeling to see huge statutes of #ShivJiMaharaj #Parvati ji and Lord #Ganesha on the busy highway of #Thailand! God’s blessings are everywhere. Even when sometimes we cant see them with naked eyes! 🙏🕉😍 #Bholenath #OmNamahShivay #ShankarJi #Blessed pic.twitter.com/odLqwwFVwj
— Anupam Kher (@AnupamPKher) April 19, 2023
તેમણે લખ્યું કે, “થાઈલેન્ડના વ્યસ્ત નેશનલ હાઈવે પર શિવજી મહારાજ, પાર્વતીજી અને ભગવાન ગણેશની વિશાળ મૂર્તિઓ જોવી એ એક અદ્ભુત અનુભૂતિ હતી! ભગવાનના આશીર્વાદ સર્વત્ર છે. કેટલીકવાર આપણે તેમને સામાન્ય આંખોથી જોઈ શકતા નથી! ભોલેનાથ. ભગવાન શિવની આરાધના.” અનુપમ ખેરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.