ખાસ મિત્ર સતીશના પાર્થિવ દેહને જોઇ આંસુ ન રોકી શક્યા અનુપમ ખેર ! ખૂબ જ ભારે હૈયે મિત્રને આપી અંતિમ વિદાય- જુઓ વીડિયો

મિત્ર હોય તો આવો, દોસ્તના પાર્થિવ દેહને જોઈને ધ્રુસકે ધ્રસકે રડી પડ્યો અનુપમ ખેર, જુઓ અંતિમ PHOTOS

હિંદી સિનેનામા દિગ્ગજ કલાકાર સતીશ કૌશિકનું ગત રોજ નિધન થયુ હતુ. સતીશ કૌશિકના મોતની ખબર સાંભળી બધા જ આઘાતમાં સરી પડ્યા હતા. સિનેમા જગતના આ કમાલના અભિનેતા, કોમેડિયન અને ડાયરેક્ટરના આવી રીતે જવાથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ છે. સતીશ કૌશિકના નિધનની જાણ તેમના ખાસ મિત્ર અને બોલિવુડ અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર આપી હતી. આ વચ્ચે તેઓ સતીશ કૌશિકની અંતિમ યાત્રામાં ધ્રુસકેને ધ્રુસકે રડતા નજર આવ્યા.

આ દરમિયાનનો અનુપમ ખેરનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો છે. આ વીડિયોમાં અનુપમ ખેર ખૂબ જ તૂટેલા અને રડતા જોવા મળી રહ્યા છે. તેઓ મિત્રના પાર્થિવ દેહને જોઇને પોતાના આંસુ ન રોકી શક્યા અને રડવા લાગ્યા. સતીશ કૌશિકનો પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે એમ્બ્યુલન્સમાં મુંબઇના વર્સોવા શ્મશાન ઘાટ લઇ જવામાં આવ્યો હતો અને આ દરમિયાન અનુપમ ખેર એમ્બ્યુલન્સમાં જ જોવા મળ્યા હતા.

તેમના ચહેરા પર તેમના જિગરી યારને ગુમાવવાનું દર્દ સ્પષ્ટ દેખાતુ હતુ. અનુપમ ખેરનો વીડિયો જોઇ કોઇ પણ ઇમોશનલ થઇ જશે. સતીશ કૌશિકના નિધનની ખબર અનુપમ ખેરે ટ્વિટર પર શેર કરી હતી, જેમાં તેમણે લખ્યુ હતુ- જાણુ છુ કે મૃત્યુ આ દુનિયાની એક અંતિમ હકિકત છે, પણ આ વાત હું મારા જીવતા ક્યારેય મારા જિગરી મિત્ર સતીશ કૌશિક માટે લખીશ એ મેં ક્યારેય સપનામાં પણ નહોતુ વિચાર્યુ. 45 વર્ષની મિત્રતા આવી રીતે અચાનક તૂટી ગઇ.

તમારા વિના જીવન પહેલા જેવું બિલકુલ નહિ રહે, ઓમ શાંતિ. જણાવી દઇએ કે, સતીશ કૌશિકના અંતિમ સંસ્કારમાં બોલિવુડ ઉમટી પડ્યુ હતુ. એક્ટરની અર્થીને કાંધ આપતા સ્ટાર્સ રડતા નજર આવ્યા હતા. સલમાન ખાન, રણબીર કપૂર, અર્જુન કપૂર, સંજય કપૂર, મહિપ કપૂર, અશોક પંડિત, અનૂપ સોની, રાખી સાવંત, શહેનાઝ ગિલ અને અભિષેક બચ્ચન સહિત અનેક સ્ટાર્સ અભિનેતાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina