સ્ટાર પ્લસ શો “અનુપમા” ટીવીનો નંબર વન શો છે. જેમાં રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાની જોડી ધમાલ મચાવી રહી છે. શોમાં રોજ રોજ આવતા ટ્વિસ્ટ અને ટર્ન્સને કારણે દર્શકો પણ આ શો સાથે જોડાયેલા રહે છે. સીરિયલમાં જે ડ્રામા થાય છે તેનાથી દર્શકો ખુશ થઇ જાય છે અને આ કારણે ટીઆરપી ચાર્ટમાં પણ શો ધમાલ મચાવી રહ્યો છે. આ દિવસોમાં સીરીયલમાં અનુપમા અને અનુજનો લવ એંગલ અને કિંજલની પ્રેગ્નેંસી જોવા મળી રહી છે. ત્યાં હવે આગામી એપિસોડમાં અનુજ અને અનુપમાના પ્રેમ ભરેલા પળો પણ ખરાબ થતા દેખાઇ રહ્યા છે.
અનુપમા ફરી એકવાર પોતાના પરિવારની જવાબદારીઓમાં ડૂબતી જોવા મળી રહી છે. બીજી તરફ વનરાજ જાણીજોઈને અનુપમાને અનુજથી દૂર લઈ જવામાં વ્યસ્ત છે. ત્યારે તમે અત્યાર સુધીના એપિસોડમાં જોયુ કે અનુપમાની વેવાણ રાખી દવે શાહ હાઉસમાં હંગામો મચાવે છે. કિંજલ રાખીને ત્યાંથી જવાનું કહે છે. આ સાંભળીને રાખી ભાવુક થઈ જાય છે.રાખીના ગયા પછી અનુપમા વનરાજ સાથે વાત કરે છે. ત્યારે હવે અનુપમાના જીવનમાં એક નવો વળાંક આવવાનો છે.
અનુપમાના અપકમિંગ એપિસોડમાં જોવા મળશે કે બા અને વનરાજ અનુપમાને કહેશે કે તે કિંજલને કારણે શાહ હાઉસમાં જ રહે. આ જાણીને અનુપમાને પણ નવાઈ લાગશે. વનરાજના આ નિર્ણયની બાપુજી ટીકા કરશે. અનુપમા અનુજને વનરાજના નિર્ણય વિશે જણાવશે. અનુજ અનુપમાને શાહ હાઉસમાં રહેવા દેશે. અનુજની વાત સાંભળીને અનુપમા રડવા માંડશે. અનુજ કહેશે કે કિંજલને ખરેખર અનુપમાની જરૂર છે.
View this post on Instagram
આ કહેતી વખતે અનુજ પણ ભાવુક થઈ જશે. જે પછી અનુપમા અનુજના જોરદાર વખાણ કરશે. અનુજ અને અનુપમા તેમના ઘરે પેકિંગ કરવા જશે. અનુજ ઘરે ખૂબ ઉદાસ હશે. આવી સ્થિતિમાં અનુપમા અનુજને સાથ આપશે.અનુપમા શાહ હાઉસમાં આવતા જ વનરાજ પોતાનું વલણ બતાવશે. વનરાજ અનુજના પ્રવેશ પર પ્રતિબંધ મૂકશે. અનુજ શાહ હાઉસમાં અનુપમાને મળી શકશે નહીં તેવું વનરાજ કરશે.
View this post on Instagram
જે બાદ વનરાજ અને અનુપમા વચ્ચે જોરદાર ચર્ચા થશે. બીજી બાજુ, કાવ્યા પણ અનુપમાના આવવાથી ચિડાશે. વનરાજે ના પાડ્યા પછી પણ અનુજ શાહ હાઉસ પહોંચશે. અહીં અનુજ અનુપમા સાથે શિવરાત્રિની પૂજા કરશે. અનુજ અને અનુપમાનો પ્રેમ જોઈને વનરાજને ઘણા મરચા લાગવાના છે.