ફ્લાઇટ બુક હોવા છત્તાં પણ હોસ્ટેલમાં ફસાઇ ગયો ફક્ત 20 વર્ષનો નિર્દોષ અંશુલ, એક ભૂલ કરી નાખી

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ તો અટકવાનું નામ જ નથી લઇ રહ્યુ. રશિયાની સૈન્ય કાર્યવાહીમાં સૌથી મોટો ડર એવા બાળકોનો છે જેઓ ત્યાં અભ્યાસ માટે ગયા છે અને ફસાયા છે. જો કે ભારત સરકારના ઓપરેશન ગંગા હેઠળ વિદ્યાર્થીઓને ઘરે લાવવામાં આવી રહ્યા છે, પરંતુ ખાર્કીવમાં ફસાયેલા મેડિકલ વિદ્યાર્થીઓ હજુ પણ ત્યાં જ છે. ખાસ કરીને મેડિકલ ફર્સ્ટ યરના બાળકોમાં ઘણો ડર છે. ઇન્ડિયા ટીવીના રીપોર્ટ અનુસાર યુપીના ગ્રેટર નોઈડા જિલ્લાનો અક્ષંક શર્મા ઉર્ફે અંશુલ, જે મેડિસિનનો અભ્યાસ કરી રહ્યો છે, તે પણ ખાર્કિવ યુનિવર્સિટીની હોસ્ટેલમાં અટવાઈ ગયો છે.

તેના માતા-પિતાએ થોડા મહિના પહેલા જ અંશુલને મેડિકલ અભ્યાસ માટે મોકલ્યો હતો. અંશુલે ફોન પર જણાવ્યું કે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ હતો અને યુદ્ધની સંભાવના હતી ત્યારે જ તેના માતા-પિતાએ તેની સુરક્ષિત પરત ફરવા માટે 20 ફેબ્રુઆરીની એર ઈન્ડિયાની ટિકિટ બુક કરાવી હતી. પરંતુ એક ભૂલને કારણે અંશુલ તે ફ્લાઈટમાંથી આવી શક્યો નહીં અને ત્યાં જ ફસાઈ ગયો. ઇન્ડિયા ટીવીના રીપોર્ટ અનુસાર અંશુલે જણાવ્યું કે 20 ફેબ્રુઆરીએ તેની એર ઈન્ડિયાની ફ્લાઈટ બુક થઈ ગઈ હતી.

તેના કેટલાક મિત્રો પણ તે જ દિવસે પરત ફરી રહ્યા હતા. પરંતુ ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા અંશુલને કહેવામાં આવ્યું કે તેને આટલી જલ્દી પીઆર આપી શકાય નહીં. વાસ્તવમાં PR એ પ્રમાણપત્ર છે કે જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ જાય છે, ત્યારે વિદ્યાર્થીએ વિઝા અને ઈમિગ્રેશન સંબંધિત ઔપચારિકતાઓ માટે અલગથી રકમ ચૂકવવાની જરૂર નથી. ત્યારબાદ અંશુલને પીઆર ન મળતા તેણે 20ની ટિકિટ કેન્સલ કરાવી અને 26 ફેબ્રુઆરીની ટિકિટ બુક કરાવી જેથી તેને પીઆર મળે.

પરંતુ કમનસીબે અંશુલના પરત ફરવાના બે દિવસ પહેલા રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું અને એર ઈન્ડિયાની ફ્લાઈટને 24મીએ પરત ફરવું પડ્યું. જો પીઆરના કારણે અંશુલની ટિકિટ કેન્સલ ન થઈ હોત તો અંશુલ 20મીએ જ યુક્રેનથી પરત ફર્યો હોત અને આજે તે તેના માતા-પિતા સાથે સુરક્ષિત હોત. એક તરફ અંશુલ અને તેના જેવા બાળકો બ્લાસ્ટના અવાજ વચ્ચે ડરમાં દિવસો પસાર કરી રહ્યા છે અને બીજી તરફ તેમના માતા-પિતા બેચેન અને ડરેલા છે અને બાળકના પાછા આવવા માટે ભગવાનને સતત પ્રાર્થના કરી રહ્યા છે.

Shah Jina