અમદાવાદમાં તથ્ય પટેલની જેમ વધુ એક 16 વર્ષનો નબીરો બન્યો બેફામ, એક્ટિવા પાર્ક કરીને બેઠેલા યુવકને કારથી રોડ પર ઘસેડ્યો, જુઓ વીડિયો

ક્યારે અટકશે અમદાવાદના નબીરાઓ દ્વારા કરવામાં આવતા હિટ એન્ડ રનના કિસ્સાઓ ? જુઓ 16 વર્ષના લબરમૂછિયાએ પોતાની કારથી યુવકને કેવી રીતે રોડ પર પટક્યો… CCTV આવ્યા સામે

Another hit and run in Ahmedabad : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હિટ એન્ડ રનની ઘટનાઓ સતત સામે આવી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના કિસ્સાઓમાં તો નોંધપાત્ર વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાંથી આવી ઘટનાઓ સતત સામે આવતી જોવા મળે છે, થોડા સમય પહેલા જ નબીરા તથ્ય પટેલ દ્વારા સર્જવામાં આવેલા અકસ્માતે લોકોના રૂંવાડા ઉભા કરી દીધા હતા, જે ઘટના આજે પણ નથી ભુલાઈ શકી, છતાં પણ હજુ જાણે નબીરા પર લગામ લાગતી ના હોય તેમ લાગી રહ્યુ છે.

તથ્ય પટેલ જેવો વધુ એક હિટ એન્ડ રન :

ત્યારે હાલ તથ્ય પટેલ જેવી હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં એક 16 વર્ષના નબીરાએ 18 વર્ષના યુવકને અડફેટે લેતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી પણ કરવામાં આવ્યો છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને જોઈને જ લોકોના રૂંવાડા ઉભા થઇ રહ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે અને એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે આખરે આવા નબીરાઓ ઉપર લગામ ક્યારે લાગશે ?

16 વર્ષના નબીરાએ કારથી યુવકને મારી ટક્કર :

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર, અમદાવાદની એક પ્રતિષ્ઠિત યુનિવર્સીટીમાં ભણતો 18 વર્ષીય વિદ્યાર્થી અભિનવ મિસ્ત્રી પોતાની કોલેજ પૂર્ણ કર્યા બાદ મિત્ર સાથે પોતાના એક્ટિવા પર ઘરે જતો હતો, તેના મિત્રને તેના ઘરે ઉતારી તે પોતાના ઘરે જવા માટે નીકળ્યો, આ દરમિયાન તેને રસ્તામાં મોબાઈલ પર કોઈનો કોલ આવતા પોતાનું એક્ટિવા રસ્તાની બાજુમાં ઉભું રાખીને મોબાઈલ પર વાત કરવા માટે બેઠો હતો.

રોડ પર એક્ટિવા પાર્ક કરીને બેઠો હતો યુવક :

ત્યારે આ દરમિયાન અમદાવાદની જ નવકાર સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરનાર 16 વર્ષનો વિદ્યાર્થી પોતાની કાર લઈને રોડ પર સડસડાટ પસાર થઇ રહ્યો હતો અને એ દરમિયાન જ રોડની બાજુમાં એક્ટિવા પર બેઠેલા અભિનવને તેને કારની અડફેટે લીધો હતો, જેનાથી અભિનવ રોડ પર ઘણે દૂર સુધી ઢસેડયો હતો, આ ઘટના સમયે આસપાસ હાજર લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા. ત્યારે કિશોર પોતાની કાર લઈને ત્યાંથી ભાગી ગયો હતો.

ટક્કર મારીને થઇ ગયો ફરાર :

અભિનવને ખુબ જ ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. જ્યાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ છે અને 8 જેટલા ટાંકા પણ આવ્યા છે. એક્ટિવાને ટક્કર માર્યા બાદ કિશોર ત્યાંથી ફરાર થઇ ગયો હતો પરંતુ આ ઘટનાને નજરે જોનારા લોકો તેની પાછળ ગયા અને 1.5 કિલોમીટર દૂરથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે એવું પણ સામે આવ્યું છે કે કિશોરના પિતાનો સોનાના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેમની સીજી રોડ પર ઓફિસ પણ છે.

યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ :

આ સમગ્ર ઘટના ત્યાં પાસે લાગેલા એક સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઈ છે. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કિશોર ફૂલ સ્પીડમાં પોતાની કાર દોડાવી રહ્યો છે અને ત્યારે જ તેને અભિનવને અડફેટે લીધો છે, કારની ટક્કર બાદ અભિનવ અને તેનું એક્ટિવા બંને રોડ પર ઢસડાતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે લોકોના મનમાં એજ સવાલ છે કે આવા નબીરાઓ વિરુદ્ધ આકરા પગલાં ક્યારે લેવામાં આવશે ?

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel