પોલીસના વચેટિયાઓ વાહન ઉભા રાખીને દલાલી કરતા હતા ત્યારે જ ત્યાં પહોંચી ગયા એડવોકેટ મેહુલ બોઘરા, પછી એ લોકોની થઇ એવી હાલત કે… જુઓ વીડિયો
Another expose of Mehul Boghra : ગુજરાત સમેત દેશભરમાં ભ્રષ્ટાચાર (Corruption) ના ઘણા બધા મામલો સામે આવતા રહે છે. ખાસ કરીને રોડ પર ટ્રાફિક પોલીસ (traffic police) દ્વારા લોકો પાસેથી ગેર કાયદેસર નાણાં પડાવવાની ઘણી ઘટનાઓ તમે જોઈ હશે. ત્યારે સુરતના એડવોકેટ મેહુલ બોઘરા (advocate mehul boghra) આવી જ રીતે ગેરકાયદેસર પૈસા ઉઘરાવતા લોકોનો પર્દાફાશ કરતા રહે છે.
એડવોકેટ મેહુલ બોઘરા લાઈવ વીડિયો દ્વારા આ પર્દાફાશ કરે છે, થોડા સમય પહેલા આ પર્દાફાશ દરમિયાન તેમના પર એક વ્યક્તિએ હુમલો પણ કર્યો હતો અને તેમાં તે ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ પણ કરવા પડ્યા હતા. છતાં પણ તે આ કાર્યમાંથી પાછી પાની નથી કરતા આજે પણ તેમનું આ કાર્ય ચાલુ જ છે.
હાલમાં જ તેમને એક એવો જ પર્દાફાશ કર્યો છે, જેનો વીડિયો તેમને તેમના ફેસબુકમાં પણ શેર કર્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે તેમને કેપશનમાં માહિતી પણ શેર કરી છે કે આ ઘટના ક્યાં બની હતી. તેમને કેપશનમાં જણાવ્યું છે કે, “પોલીસના વચેટિયા દલાલ કરતા હતા ગેરકાયદેસર પૈસા વસુલી.”
આગળ એમ પણ લખ્યું છે કે, “ભાટિયા ચેક પોસ્ટ પલસાણા હાઇવે સુરત ખાતે પોલીસના મળતીયાઓ વચેટીયાઓ યુનિફોર્મ વિના કરતા હતા ગેરકાયદેસર વસુલી જે અંતર્ગત ફરિયાદ મળતા આજરોજ તારીખ 2/5/2023ના રોજ બપોરના 11-10 કલાકે સ્થળ પર જઈ તપાસ કરતા બે ઈસમો જે પોલીસમાં ના હોય તેમ છતાં પોલીસ તરીકે કામ કરતા હતા અને વાહન ચાલકોને રોકી ગેરકાયદેસર પૈસા વસૂલ કરતા હતા.”
તેમને આગળ આજ પોસ્ટમાં લખ્યું છે, “જે અંતર્ગત કંટ્રોલરૂમમાં ફરિયાદ કરી સચિન પોલીસ સ્ટેશન રૂબરૂ FIR નોંધવા માટે ગયેલ પરંતુ બે કલાક સુધી ગોળ-ગોળ જવાબ આપ્યા બાદ સચિન પોલીસ સ્ટેશનને આખરે FIR ના નોંધી. પોલીસના વચેટીયાઓ અને મળતીયાઓને બચાવવાનો ખૂબ જ પ્રયત્ન કરેલ છે અને એફઆઇઆર નોંધેલ નથી.
મેહુલ બોઘરાએ આ વીડિયોની સાથે જણાવ્યું છે કે, “જેથી જરૂરી તમામ કાયદાકીય કાર્યવાહી આગળ કરવામાં આવશે ભ્રષ્ટાચારીઓ, બેઈમાનો અને દલાલી કરતા પોલીસના વચેટીયાઓ અને મળતીયાઓને છોડવામાં નહીં આવે એની ખાતરી આપું છું.” ત્યારે મેહુલ બોઘરાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે મેહુલ બોઘરા કારમાંથી નીચે ઉતરે છે અને પછી પોલીસ માટે પૈસા ઉઘરાવી રહેલા વચેટિયાને પકડે છે, તે સતત તેનું નામ પૂછી રહ્યા છે છતાં પણ તે કોઈ જવાબ નથી આપી રહ્યો. જેના બાદ તે સ્ટેશન ઇન્ચાર્જ સાથે પણ વાત કરે છે તેમ છતાં તે સંતોષકારક જવાબ નથી આપી રહ્યા.