અમેરિકાના જોર્જિયાની 19 વર્ષીય ટિકટોક ઇન્ફ્લુએન્સર અન્ના ગ્રેસ ફેલનનું 23 મે 2025 ના રોજ અવસાન થયું. તે છેલ્લા 8 મહિનાથી ગ્લિયોબ્લાસ્ટોમા નામના ગંભીર મગજના કેન્સરથી પીડાઈ રહી હતી. અન્નાએ ટિકટોક પર પોતાની બીમારીની કહાની શેર કરી, જેના કારણે તેને 1.5 લાખથી વધુ ફોલોઅર્સ મળ્યા. તેની હિંમત અને શ્રદ્ધાએ ઘણા લોકોને પ્રેરણા આપી. તેના પરિવારે તેના એકાઉન્ટ દ્વારા તેના મૃત્યુની માહિતી આપી અને બધાના પ્રેમ-સમર્થન બદલ આભાર માન્યો.
અમેરિકાની 19 વર્ષીય ટિકટોક સ્ટાર અન્ના ગ્રેસ ફેલોન લાંબા સમયથી મગજના કેન્સરથી પીડાતી હતી. શનિવાર 24 મેના રોજ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર એક પોસ્ટ દ્વારા તેના અવસાનના સમાચારની પુષ્ટિ થઇ. પરિવાર તરફથી કરવામાં આવેલ પોસ્ટમાં લખેલ હતુ, “અમને ખૂબ જ દુઃખ થાય છે કે અમારી પ્રિય પુત્રી અન્ના ગ્રેસ ફેલન, તેના પ્રભુ અને ઈસુ ખ્રિસ્ત પાસે ચાલી ગઈ, તમારામાંથી ઘણા લોકોએ કેન્સર સામેની તેમની મુશ્કેલ લડાઈ જોઈ છે અને તેના અતૂટ વિશ્વાસના સાક્ષી રહ્યા છો.”
પરિવારે બધા ચાહકોનો આભાર માન્યો અને કહ્યું, તેની સારવાર અને શાંતિ માટે હજારો પ્રાર્થનાઓ બદલ આભાર. અમને રાહત છે કે તે હવે સ્વર્ગમાં છે, જ્યાં તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ છે. જણાવી દઈએ કે લગભગ એક વર્ષ પહેલા, અન્નાને ગ્રેડ 4 ઘાતક બ્રેઈન ટ્યુમર હોવાનું નિદાન થયું હતું, જેને ડિફ્યુઝ મિડલાઈન ગ્લિયોમા તરીકે ઓળખવામાં આવ્યું. આ ગાંઠ અત્યંત આક્રમક અને અસાધ્ય હતી. અન્ના અને તેના પરિવારે તેની સારવાર માટે GoFundMe ઝુંબેશ શરૂ કરી.
તેનું મુખ્ય લક્ષ્ય $1 લાખ હતું, પરંતુ ફક્ત $66,030 જ એકત્ર કરી શકાયા. તેમણે પોતાના કેન્સરની સારવાર માટે સોશિયલ મીડિયા દ્વારા લોકોને મદદ માટે અપીલ કરી હતી. પરિવારે જણાવ્યું કે અન્નાના અંતિમ સંસ્કાર 29 મેના રોજ જોર્જિયાના ગેલિલી ક્રિશ્ચિયન ચર્ચમાં કરવામાં આવશે. આ પછી તેને ત્યાં સ્થિત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે.
View this post on Instagram