ખબર

અનમોલ અંબાણીની હલ્દી અને મહેંદી સેરેમનીની તસવીરો થઇ વાયરલ, દુલ્હન ક્રુશાએ હાથમાં લખાવ્યો ગુરુ મંત્ર- જુઓ તસવીરો

બિઝનેસમેન અનિલ અંબાણીના દીકરા જય અનમોલ અંબાણીના લગ્ન હાલમાં જ 20 તારીખના રોજ થયા છે, જેની ઘણી તસવીરો પણ સો.મીડિયા પર સામે આવી છે, ત્યારે લગ્ન પહેલા અનિલ અને ટીના અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીની મહેંદી સેરેમની યોજાઈ હતી. જેમાં જયા બચ્ચન, શ્વેતા નંદા, રીમા જૈન સહિત બોલિવૂડની અનેક હસ્તીઓ પહોંચી હતી. અનમોલની મહેંદી સેરેમનીની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી. ટીના અંબાણીના દીકરા અનમોલ અને ક્રુશાની મહેંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત બંનેની હલ્દી અને ચૂડા સેરેમનીની તસવીરો પણ સામે આવી છે. ક્રુશાની બહેન નૃતિ શાહે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર હલ્દીની તસવીરો શેર કરી હતી. ક્રુશાની હલ્દી દરમિયાન તેમના ઘરને ફૂલોથી શણગારવામાં આવે છે. ક્રુશા શાહ મુંબઈમાં ઉછરેલી સામાજિક કાર્યકર અને ઉદ્યોગસાહસિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સોશિયલ નેટવર્કિંગ કંપની ડિસ્કોની સંસ્થાપક છે. તે અગાઉ યુકે સ્થિત કંપની માટે કામ કરતી હતી. જોકે, થોડા સમય પછી તે ભારત પરત આવી અને અહીં પોતાની કંપની શરૂ કરી.

જણાવી દઈએ કે, ક્રુશાએ માનસિક સ્વાસ્થ્ય પર લવનોટફિયર નામનું એક અભિયાન પણ ચલાવ્યું હતું. અનમોલની પત્ની ક્રુશા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી રાજકીય અર્થશાસ્ત્રમાં સ્નાતક છે. તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. અનમોલ અને ક્રશાના લગ્નની ઉજવણી સનડાઉનર પાર્ટી સાથે શરૂ થઈ હતી. ગત દિવસોમાં આ કપલની મહેંદી સેરેમની અને હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. હવે બનેલી દુલ્હન ક્રુશા શાહની હલ્દી અને ચૂડા સેરેમનીના ફોટા પણ સામે આવ્યા છે.

પાર્ટી અને મહેંદી સેરેમની બાદ શનિવારે હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. હલ્દી સેરેમની દરમિયાન ક્રુશા સ્કાય બ્લુ કલરના કુર્તા-પાયજામામાં એકદમ સિમ્પલ અને ખૂબસુરત લાગી રહી હતી. આ દરમિયાન તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. હલ્દી સેરેમનીમાં અનમોલ અંબાણી ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા. ટીના અંબાણીના પુત્ર અનમોલના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડ સેલેબ્સથી લઈને રાજકારણીઓએ પણ હાજરી આપી હતી.

આ પ્રસંગે રીમા જૈન અને સુપ્રિયા સુલે સાથે જોવા મળી હતી. ટીના અંબાણીના પુત્ર અનમોલના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનમાં જયા બચ્ચન પણ તેમની પુત્રી શ્વેતા બચ્ચન સાથે જોવા મળી હતી. હલ્દી બાદ ક્રુશા શાહની ચૂડા વિધિ પણ કરવામાં આવી હતી. નૃતિએ ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ક્રુશા ચાદર નીચે જોવા મળી રહી હતી. તેણે પુષ્પ કલીરા પહેરી હતી. આ સિવાય એક ફોટો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં ક્રિશા બંગડીમાં સજ્જ છે.

ક્રુશા ગુલાબી ડ્રેસ અને ફ્લોરલ જ્વેલરીમાં ખૂબસૂરત લાગી રહી છે.આ પહેલા અનમોલ અને ક્રુશાની મહેંદી સેરેમનીની ઝલક સામે આવી હતી, જેમાં બંને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ક્રુશા મલ્ટીકલર લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, તો અનમોલ પણ ઑફ-વ્હાઈટ કુર્તા-પાયજામામાં એકદમ હેન્ડસમ લાગતો હતો.

નૃતિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટા સ્ટોરી પર દુલ્હનના હાથની મહેંદીથી લઈને દુલ્હનના લુક અને સ્થળની સજાવટની ઝલક શેર કરી હતી.નૃતિએ મહેંદી સેરેમનીનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં કપલ ડાન્સ કરતા જોઈ શકાય છે. અનમોલ અંબાણી અને ક્રિશા શાહની એક તસવીર પણ સામે આવી છે, જેમાં બંને એકસાથે બેઠા છે.