અનિલ અંબાણી અને ટીના અંબાણીના દીકરા અનમોલ અંબાણીની લગ્નની રસ્મો થઇ શરૂ, 20 તારીખે લેશે સાત ફેરા

વર્ષ 2022ની શરૂઆતમાં બૉલીવુડ અને ટીવી જગતના ઘણા કલાકારો લગ્નગ્રંથિમાં જોડાયા છે તો કોઈના ઘરે કિલકારીઓ ગુંજવાના સમાચાર મળ્યા છે. એવામાં દેશના સૌથી ચર્ચિત કારોબારીઓમાંના એક અનિલ અંબાણીના દીકરા જય અનમોલ અંબાણી પણ જલ્દી જ પોતાની પ્રેમિકા કૃશા શાહ સાથે સાત ફેરા લેવાના છે.

અનમોલ અને કૃશાએ કેટલાક દિવસો પહેલા જ સગાઈ કરી હતી, બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરતા હતા જેના પછી બંન્નેએ જીવનસાથી બનવાનો નિર્ણય લીધો છે.સગાઈ પછીથી લગાતાર તેઓના લગ્નની ચર્ચાઓ થઇ રહી છે.

સગાઈની કેટલીક તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા હતા. બંન્નેએ પોત પોતાના એકાઉન્ટ પર પણ સગાઈની તસવીરો સેર કરતી હતી જેમાં તેઓ પોતાની સગાઇની શાનદાર વીંટી દેખાડી રહ્યા છે. અમિતાભ બચ્ચને પણ બંન્નેને સગાઈની શુભકામના આપી હતી.

એવામાં હવે બંનેના લગ્નની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે અને પ્રિ-વેડિંગ સેરેમની પણ શરૂ થઇ ચુકી છે. કેટલાક દિવસો પહેલા લગ્નનું કાર્ડ પણ સામે આવ્યું હતું, જે પરથી સ્પષ્ટ છે કે બંને 20 ફેબ્રુઆરીના રોજ લગ્નગ્રંથિથી જોડાશે.

એવામાં લગ્નના પ્રિ-વેડિંગ સમારોહની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સુપ્રિયા સુલે, રાજ કપૂરની દીકરી રીમા કપૂર પણ દેખાઈ રહ્યા છે. ક્રુશાની બહેન નૃતી શાહે સમારોહની તસવીરો અને વીડિયો પણ સોશિયલ પર શેર કર્યા છે અને કૈપ્શનમા લખ્યું કે,”મારી નાની બહેનના લગ્ન સમારોહની શરૂઆત”.આ વિડીયોમાં લોકોને ગાર્ડનમાં પાર્ટી એન્જોય કરતા જોઈ શકાય છે. સંગીત અને શાનદાર ફૂડની સાથે સમારોહ એકદમ અદ્દભુત લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Supriya Sule (@supriyasule)

પ્રિ-વેડિંગ સમારોહમાં કૃશા શાહે ડ્યુલ કલર-કોર્ડીનેશન વાળો લહેંગો પહેર્યો હતો, જેના પર સ્ટ્રાઈપ પ્રિન્ટ જોઈ શકાય છે, જેની સાથે રોયલ બ્લુ રંગની ચોલી મેચ કરવામાં આવી હતી અને શાનદાર ઘરેણાં પહેરી રાખ્યા હતા, જ્યારે અનમોલ ક્રીમ રંગનના આઉટફિટમાં જોવા મળ્યો હતો.

ટીના અંબાણીએ પણ ધીરુભાઈ અંબાણીને યાદ કરતા પોસ્ટમાં લખ્યું હતું કે,”જ્યારે તેનો દીકરો અનમોલ એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે, ત્યારે ધીરુભાઈ અંબાણીને ખુબ યાદ કરવામાં આવ્યા”.

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial)

જણાવી દઈએ કે વર્ષ 2019માં જય અંબાણીને તેના ભાઈ જય અંશુલ સાથે રિલાયન્સ ઇન્ફ્રાનો નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યો હતો. જો કે બંન્નેએ એક વર્ષમાં જ રિલાયન્સ ઇન્ફ્રાના બોર્ડથી રાજીનામુ આપ્યું હતું. હાલ તો લોકો બંનેના લગ્નની આતુરતાથી રાહ છે.

જુઓ લગ્નના જશ્નનો વીડિયો…

Krishna Patel