અંકલેશ્વરમાં બાઇકમાં ધડાકાભેર ટક્કર થતા 15 ફૂટ ઉછાળ્યો, આવો અકસ્માત કોઈ દિવસ નહિ જોયો હોય તમે

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતની ઘટના સામે આવે છે, જેમાં કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે તો કેટલાક ઘાયલ થતા હોય છે. ઘણીવાર અકસ્માતની એવી ચોંકાવનારી ઘટના સામે આવતી હોય છે કે જોઇને એવું લાગે આ કોઇ ફિલ્મનો દ્રશ્ય હોય. હાલમાં આવો જ એક અકસ્માત અંકલેશ્વરના મોદી નગર વિસ્તાર નજીક થયો. બે મોટરસાઇકલ વચ્ચે એવી ટક્કર થઇ કે ફિલ્મી દૃશ્યો સર્જાયા.

એક બાઈકસવાર રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે સમયે જ સામેથી આવી રહેલ બાઈકચાલકે ધડાકાભેર અકસ્માત સર્જ્યો. જોરદાર ટક્કરને પગલે બંને બાઈકસવાર 15 ફૂટ હવામાં ફંગોળાયા હતા. આ અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. અંકલેશ્વરના વસ્તુપૂજ્ય રેસિડેન્સીમાં રહેતા પપ્પુ માંગીલાલ સુથાર પત્ની સુમિત્રા અને પુત્ર નમન સાથે 22 જાન્યુઆરીના રોજ શહેરમાં નીકળેલી ભગવાન શ્રી રામની શોભાયાત્રા જોઈને 9 વાગ્યા આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા.

તે સમયે વળાંક લેતા દરમિયાન એક એફઝેડ મોટરસાઇકલ ચાલક સામેથી પૂરપાટ ઝડપે આવી ધડકાભેર ટક્કર મારી અને આ દરમિયાન બંને બાઈક પર સવાર 5 લોકો હવામાં ફંગોળાઇ માર્ગ પર પટકાયા. અકસ્માતને પગલે 4 લોકોને ગંભીર ઇજા થઇ હતી અને બંને બાઈકનો ખુરદો બોલી ગયો હતો.

માર્ગ પર પટકાયા બાદ પપ્પુભાઈ તેમનાં પત્ની અને પુત્ર બેભાન થઈ જતા તેમજ એફઝેડ બાઈક સવાર અને તેની પાછળ સવાર ઈસમને પણ ગંભીર ઇજાઓ પહોચતા 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પપ્પુભાઈના મોટાભાઈએ અંકલેશ્વર શહેર એ-ડિવિઝનમાં એફઝેડ મોટરસાઇકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Shah Jina