રાજસ્થાનની પરણિત અને બે બાળકોની માં અંજુ પતિને જયપુર જવાનું કહી પ્રેમીને મળવા પહોંચી પાકિસ્તાન…નસરુલ્લાએ કહ્યું- અંજુ સાથે લગ્ન કરીશ પણ તે ઇસ્લામ કબૂલ…

ભારતની અંજુએ પાકિસ્તાની સાથે લફડું કરી લીધું, પાકિસ્તાની લવર નસરુલ્લાહે જણાવી આગળની પ્લાનિંગ

Anju will accept Islam in Pakistan ? : દેશભરમાં થોડા સમય સુધી માત્ર એક ચર્ચા હતી, પાકિસ્તાનની સીમા હૈદરની. જે તેના ચાર બાળકો સાથે ગેરકાયેસર રીતે ભારતમાં પ્રવેશી. જો કે, હાલમાં આવી જ એક બીજી પ્રેમ કહાની ચર્ચામાં આવી છે પણ છોકરી આ વખતે પાકિસ્તાનથી ભારત નહિ પણ ભારતથી પાકિસ્તાન તેના પ્રેમી માટે ગઇ છે.

ભારતની અંજુ અને પાકિસ્તાનના નસરુલ્લાહની લવસ્ટોરી હાલમાં હેડલાઇન્સમાં છે. સીમા હૈદરની જેમ, અંજુ પણ તેને ઓનલાઈન પ્રેમી માટે પાકિસ્તાન ગઈ હતી. તે ખૈબર પખ્તુનખ્વાના રહેવાસી નસરુલ્લાના પ્રેમમાં પડી હતી. તેની નસરુલ્લાહ સાથે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા થઇ હતી. જેમ સીમા હૈદરની તપાસ ચાલી રહી છે, તેમ પાકિસ્તાન સરકારે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.

ફેસબુક પર શરૂ થઇ હતી લવ સ્ટોરી
35 વર્ષીય અંજુ અને 29 વર્ષીય નસરુલ્લા વચ્ચે ચાર વર્ષ પહેલા ફેસબુક પર લવ સ્ટોરી શરૂ થઇ હતી. અંજુ પરિણીત છે અને તેને બે બાળકો પણ છે. જો કે તેમ છત્તાં પણ તે તેના પ્રેમીને મળવા સીધી પાકિસ્તાન પહોંચી ગઇ. નસરુલ્લાહના કેટલાક સંબંધીઓએ જણાવ્યું કે અંજુ ભારતમાં પરિણીત મહિલા છે. તે સ્વતંત્ર જીવન જીવતી હતી અને ત્યાં કામ કરતી હતી. તેનો દાવો છે કે તે લગ્નના હેતુથી પાકિસ્તાન નથી આવી પણ માત્ર ખૈબરના દર્શનીય સ્થળો જોવા માટે આવી છે. રવિવારે જ્યારે તેમની લવ સ્ટોરી પહેલીવાર સામે આવી ત્યારે ખૈબરના પત્રકારોને અંજુને મળવા દેવામાં આવ્યા નહોતા. તેમને કહેવામાં આવ્યું કે અંજુ અને નસરુલ્લાહ બહાર ગયા છે.

બે-ત્રણ દિવસમાં ઔપચારિક રીતે થશે સગાઈ
નસરુલ્લાહએ પછીથી બીબીસી ઉર્દૂને કહ્યું કે તેઓ બંને તેમના જીવન વિશે મીડિયા પ્રસિદ્ધિ ઇચ્છતા નથી. તે અંજુની આગામી પાકિસ્તાન મુલાકાત વખતે લગ્ન કરશે. નસરુલ્લાહે કહ્યું, ‘અંજુ અને હું આગામી બે-ત્રણ દિવસમાં ઔપચારિક રીતે સગાઈ કરી લઈશું. પછી દસ-બાર દિવસ પછી તે ભારત પરત જશે અને પછી લગ્ન માટે આવશે. આ મારી અને અંજુની અંગત જિંદગી છે. અમે આમાં કોઇનો હસ્તક્ષેપ નથી ઇચ્છતા. અમે મીડિયાથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ખૈબર પખ્તુનખ્વાનો અપર ડીર એક રૂઢિવાદી ક્ષેત્ર છે, જે અફઘાનિસ્તાનની સીમા પર છે.

અંજુને વિઝા પ્રક્રિયા પૂર્ણ કરવામાં બે વર્ષ લાગ્યાં
અંજુ તેની માહિતી, ખાસ કરીને તે જે કંપનીમાં કામ કરે છે તેનું નામ અખબારોમાં આવે તે ઇચ્છતી નથી. તે પોતાના દેશમાં પાછા આવીને પોતાનું કામ ફરી શરૂ કરવા માંગે છે. નસરુલ્લાહે કહ્યું કે અંજુને વિઝા પ્રક્રિયા પૂર્ણ કરવામાં બે વર્ષ લાગ્યાં. તેઓએ નક્કી કર્યું કે લગ્ન અંગે અંતિમ નિર્ણય લેતા પહેલા અંજુ પાકિસ્તાનમાં તેના પરિવારને મળશે. તેનો પરિવાર અંજુની પાકિસ્તાન મુલાકાતને પૂરા દિલથી સમર્થન આપી રહ્યો છે. માત્ર પરિવાર જ નહીં પરંતુ અંજુએ પણ ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓને ખાતરી આપવી પડી કે તેને મળવાનો પૂરો અધિકાર છે.

અંજુ ઈસ્લામ સ્વીકારે કે નહીં તે તેનો નિર્ણય
અંજુએ દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની મુલાકાત લીધી અને નસરુલ્લાહે ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ અને ગૃહ મંત્રાલયોની ઓફિસની મુલાકાત લીધી. નસરુલ્લાહ કહે છે કે તેમની કહાનીમાં ધર્મ કોઈ પરિબળ નથી. તેણે બીબીસી ઉર્દૂને કહ્યું કે અંજુ ઈસ્લામ સ્વીકારે કે નહીં તે તેનો નિર્ણય છે અને તે અંજુના નિર્ણયનું સન્માન કરશે. સ્થાનિક લોકો અપર દીરમાં અંજુ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે. નસરુલ્લાહ કહે છે કે તે પખ્તુનોની મહેમાન અને વહુ છે. અંજુ રાજસ્થાનના ભિવડીથી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પહોંચી હતી. અંજુ તેના બાળકોને તેની સાથે નથી લઈ ગઈ. એવું કહેવાઇ રહ્યુ છે કે અંજુ સગાઇ બાદ રાજસ્થાન પરત જશે અને બાદમાં લગ્ન કરવા પાકિસ્તાન પરત આવશે.

Shah Jina