“તારક મહેતા”ની જૂની ‘અંજલી ભાભી’ આજ-કાલ છે કયા ? આખરે તે શો છોડ્યા બાદ શુ કરી રહી છે ? જાણો

43ની ઉંમરમાં પણ “તારક મહેતા”ની અંજલિ ભાભી કુંવારા છે, ફિલ્મોમાં કરી ચૂકી છે કામ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. થોડા સમય પહેલા આ શોના 3 હજાર એપિસોડ પુરા થયા હતા. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સબ ટીવીનો સૌથી પોપ્યુલર શો છે અને આ શોની શરૂઆત 28 જુલાઇ 2008થી થઇ હતી. જોતજોતામાં જ તેણે 13 વર્ષ પૂરા કર્યા અને આ શો હવે લગભગ દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે. શોની પોપ્યુલારિટી હજી પણ બરકરાર છે.

આ શોના કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. ત્યારે છેલ્લા ઘણા સમયમાં આ શોમાં કેટલાક બદલાવ આવ્યા છે. શોના કેટલાક કલાકારોએ આ શોને અલવિદા કહી દીધુ છે, તેમાંથી જ એક છે નેહા મહેતા કે જે આ શોમાં અંજલિ ભાભીનું પાત્ર નિભાવતા હતા.

નેહા મહેતાની જગ્યાએ હવે સુનૈના ફોજદાર અંજલિ ભાભીનું પાત્ર નિભાવી રહી છે, ત્યારે હવે દર્શકો એ જાણવા માંગે છે કે આખરે નેહા મહેતા શો છોડ્યા બાદ શુ કરી રહી છે ?

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોમાં તારક મહેતાની પત્નીનું પાત્ર નિભાવનારી અંજલિ મહેતા એટલે કે નેહા મહેતા આ શોના એક દિવસના લગભગ 25 હજાર રૂપિયા ચાર્જ કરતી હતી. સાથે જ તે 15 દિવસ શૂટિંગ કરતી હતી.

“તારક મહેતા”ની અંજલિ ભાભી અસલ જીવનમાં સિંગલ છે. ઇંટરવ્યુ દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે, તેમને લગ્નની કોઇ જલ્દી નથી. તે તેમના ભાવિ પતિ વિશે એ જરૂર કરે છે કે તેમને પતિ કેવો જોઇએ, જે રિલેશનને ગંભીરતાથી લે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં નેહાએ જણાવ્યુ કે, શો છોડ્યા બાદ તેના જીવનમાં આખરે કયા બદલાવ આવ્યા. તેના અનુસાર શોને ક્વિટ કર્યા બાદ તે જાણી શકી કે જીવનમાં તે શુ છે અને શુ કરી શકી છે અને તેને કઇ દિશામાં આગળ વધવુ જોઇએ. તે હવે મોટા પડદા પર જવાની પૂરી તૈયારી કરી ચૂકી છે.

રીપોર્ટ અનુસાર નેહા મહેતા ગુજરાતની રહેવાસી છે. તેમના પિતા જાણિતા લેખક છે અને તેમણે જ નેહાને અભિનયની દુનિયામાં હાથ અજમાવવા માટે કહ્યુ હતુ. વર્ષ 2000માં નેહાને સ્ટાર હંટ મલ્ટી ટેલેંટ શોના ઓડિશન માટે પસંદ કરવામાં આવી હતી. તે બાદ તે મુંબઇ આવી ગઇ અને અભિનયની સફર શરૂ કરી. મુંબઇમાં નેહાએ એક-બે વર્ષ નાના-મોટા ગુજરાતી ધારાવાહિકમાં કામ કર્યુ.

Image source

વર્ષ 2008 દરમિયાન નેહાને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોમાં અંજલિ ભાભીનો રોલ મળ્યો. આ શોમાં કામ કર્યા બાદ તેણે કયારેય પાછળ વળીને ના જોયુ. જોતજોતામાં જ તેની પાસે ધારાવાહિકની લાઇનો લાગી ગઇ, આ રીતે તે અત્યાર સુધી 150 ધારાવાહિકમાં કામ કરી ચૂકી છે.

નેહા મહેતાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છોડ્યા બાદ તેને બે શોની ઓફર આવી હતી, પરંતુ બંને ઓફર તેણે એ માટે ઠુકરાવી કારણ કે તેને જે પાત્ર માટે ઓફર કરવામાં આવી હતી તેના માટે તેનું મન માની રહ્યુ ન હતુ.

રીપોર્ટ અનુસાર હવે નેહા મહેતા મોટા પડદા પર જવા માટે પૂરી તૈયારી કરી ચૂકી છે. તેણે એક ગુજરાતી ફિલ્મનું શુટિગ પણ પૂરુ કરી લીધુ છે. જે ખાસ કરીને મહિલાઓ અને તેમની શક્તિઓ પર કેંદ્રિત થશે.

Shah Jina