અંજલિ અરોરાએ ફક્ત 24 વર્ષની ઉંમરમાં જ ખરીદી લીધું કરોડો રૂપિયાનું ઘર, અંદરનો નજરો જોઈને ચાહકો પણ રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો
Anjali arora buys house : સોશિયલ મીડિયાએ આજે ઘણા લોકોને સ્ટાર બનાવી દીધા છે, કોણ ક્યારે વાયરલ થઇ જાય કોઈ નથી જાણતું, તમે ઘણી એવી યુવતીઓને જોઈ હશે જેમના ડાન્સ વીડિયોના કારણે આજે તે ખુબ જ ફેમસ પણ બની ગઈ હશે. એવી જ એક યુવતી છે અંજલિ અરોરા, જેને કાચા બદામ ગીત પર એવો ડાન્સ કર્યો કે રાતો રાત તેના વીડિયો વાયરલ થઇ ગયા. 24 વર્ષની અંજલિ અરોરાની ઓળખ આજે દરેક ઘરમાં થઇ રહી છે અને લોકો તેને ફોલો પણ કરે છે.
દિલ્હીમાં ખરીદ્યુ આલીશાન ઘર :
થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે અંજલિ બિગ બોસ 17માં આવવાની છે. આ દરમિયાન હવે તેના વિશે એવી વાત સામે આવી છે, જેને જાણીને તેના ચાહકો ખુશીથી ઉછળી પડશે. અંજલિ અરોરાએ નવું ઘર ખરીદ્યું છે. જો કે આ ઘર મુંબઈમાં નહીં પરંતુ દિલ્હીમાં છે, પરંતુ તેના માતા-પિતાને તેમની પુત્રી પર ગર્વ છે. આ દરમિયાન તેનો બોયફ્રેન્ડ પણ ત્યાં હાજર હતો. બંનેનો એક રોમેન્ટિક ફોટો પણ સામે આવ્યો છે.
કિંમત હોશ ઉડાવી દેશે :
અંજલિએ જે ઘર ખરીદ્યું છે તેની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. ઈ ટાઈમ્સના અહેવાલ મુજબ ઘરની કિંમત 4 કરોડ રૂપિયા છે. અંજલિએ ઈન્સ્ટાગ્રામ પર ગૃહપ્રવેશની ઘણી તસવીરો શેર કરી છે. તમને જણાવી દઈએ કે અંજલિ ઘણા સમયથી આ તકની રાહ જોઈ રહી હતી. તે લાંબા સમયથી દિલ્હીમાં તેના પરિવાર માટે ઘર બનાવવા માંગતી હતી. અંજલિના આ ખાસ દિવસે બોયફ્રેન્ડ આકાશ પણ તેની સાથે હતો. બંનેએ એક જ રંગના કપડાં પહેર્યા હતા. ચાહકોને આકાશ અને અંજલિની આ રોમેન્ટિક મોમેન્ટ ખૂબ જ પસંદ આવી રહી છે.
નાની ઉંમરમાં જ મોટી ઉપલબ્ધી :
અંજલિના ઘરની તસવીરો અને ડેકોરેશન જોઈને ચાહકોને લાગ્યું કે તે લગ્ન કરી રહી છે. પરંતુ પછી અભિનેત્રીએ પોતે સ્પષ્ટતા કરી હતી કે લગ્ન નથી થઈ રહ્યા પરંતુ ગૃહ પ્રવેશ થઈ રહ્યો છે. આ વર્ષે ઓગસ્ટમાં અંજલિએ તેના પિતાને બલેનો કાર ગિફ્ટ કરી હતી. અંજલિએ આ વીડિયો તેના પિતા સાથે શેર કર્યો હતો. વીડિયોમાં પિતાના ચહેરા પર ગર્વ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે અંજલિએ થોડા જ સમયમાં એટલી બધી ખ્યાતિ અને સંપત્તિ કમાઈ લીધી છે કે 24 વર્ષની ઉંમરમાં જ તે કરોડોના ઘરની માલિક બની ગઈ છે.
View this post on Instagram