એક જ દિવસે આવેલ બે મોટા કલાકારોની ફિલ્મ “એનિમલ” અને “સેમ બહાદુર”માંથી કોણ મારી ગયું બાજી ? 11માં દિવસે કેવા થયા ફિલ્મના હાલ ? જુઓ
Animal vs Sam Bahadur Box Office Collection : બોલીવુડના બે મોટા કલાકારોની ફિલ્મ એક જ દીવે બોક્સ ઓફિસ પર ટકરાઈ હતી. રણબીર કપૂરની “એનિમલ” અને વિક્કી કૌશલની “સેમ બહાદુર” બંને 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ. ત્યારે રણબીર કપૂરની ‘એનિમલ’ અને વિકી કૌશલની ‘સામ બહાદુર’ માટે 11 ડિસેમ્બરનો દિવસ ખૂબ જ આઘાતજનક હતો. સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ, જેણે પહેલા સોમવારે 43.96 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, તે બીજા સોમવારે એટલે કે 11મી ડિસેમ્બરે સંપૂર્ણ નિષ્ફળ ગઈ હતી. ફિલ્મની કમાણી ઝડપથી ઘટી હતી.
11 દિવસે બંને ફિલ્મોના ખરાબ હાલ :
10મા દિવસની સરખામણીએ 11મા દિવસે ‘એનિમલ’ની કમાણીમાં 65.28%નો ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે મેઘના ગુલઝારની ‘સેમ બહાદુર’ પણ ખરાબ સ્થિતિમાં આવી ગઈ. આ ફિલ્મને પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ પર કમાણી કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. બે, ત્રણ કરોડના કલેક્શન પછી, ‘એનિમલ’ એ 10મા દિવસે કોઈક રીતે વૃદ્ધિ દર્શાવી અને 7.5 કરોડની કમાણી કરી. પરંતુ 11મા દિવસે એટલે કે 11મી ડિસેમ્બરે તે દમ તોડતી જોવા મળી.
100 કરોડમાં બની છે “એનિમલ” :
100 કરોડના બજેટ સાથે બનેલ ‘એનિમલ’એ તેની સરેરાશ હાંસલ કરી છે અને હવે તે ઘણો નફો કમાઈ રહી છે. પહેલા સોમવાર પછી ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ બીજા સોમવારે તે ખૂબ જ ઘટ્યો હતો. તેણે માત્ર રૂ. 13 કરોડની કમાણી કરી, જે 65.28%નો ઘટાડો દર્શાવે છે. આ ફિલ્મની અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી છે. આશ્ચર્યની વાત એ છે કે ‘એનિમલ’એ તેની રિલીઝના ત્રીજા દિવસે એટલે કે પહેલા રવિવારે 71.46 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, પરંતુ બીજા રવિવારે આ જ કમાણી ઘટીને માત્ર 36 કરોડ રૂપિયા રહી ગઈ હતી. અને હવે તેની કમાણી ઝડપથી ઘટી છે.
700 કરોડના ક્લબમાં સામેલ :
11 દિવસમાં ‘એનિમલ’એ દેશભરમાં 443.27 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેમાં ‘એનિમલ’એ હિન્દી ભાષામાંથી 400 કરોડ, તેલુગુમાંથી 38.8 કરોડ, તમિલ ભાષામાંથી 3.43 કરોડ, કન્નડમાંથી 56 લાખ અને મલયાલમ ભાષામાંથી 11 લાખનું કલેક્શન કર્યું છે. સવારના શૉમાં ‘એનિમલ’નો વ્યવસાય 9.77%, બપોરના શૉમાં 18.80%, સાંજના શૉમાં 22.19% અને રાત્રિના શૉમાં માત્ર 29.17% હતો. ‘એનિમલ’ના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો 10 દિવસમાં ફિલ્મ ‘ગદર 2’નો રેકોર્ડ તોડીને 700 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. પરંતુ કમાણીના આંકડા 11માં દિવસે ઘટ્યા હતા.
બોક્સ ઓફિસ પર નફો ના ચાખી શકી સેમ બહાદુર :
હવે વાત કરીએ વિકી કૌશલ સ્ટારર ‘સેમ બહાદુર’ની કમાણી વિશે. દેશના પ્રથમ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાના જીવન પર આધારિત આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા પણ છે. ફિલ્મ પહેલા દિવસથી જ પૈસા માટે રડી રહી હતી. કોઈક રીતે ફિલ્મ બોક્સ ઓફિસ પર આગળ વધી રહી હતી અને તેનું બજેટ વસૂલ્યું હતું, પરંતુ તે હજુ સુધી નફો મેળવી શકી નથી. 10માં દિવસે એટલે કે બીજા રવિવારે 7.5 કરોડની કમાણી કરનાર ‘સેમ બહાદુર’ 11માં દિવસે લથડતી જોવા મળી હતી. તે માત્ર 2 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી. આ રીતે 11 દિવસમાં ‘સેમ બહાદુર’નું કલેક્શન માત્ર 58.55 કરોડ રૂપિયા રહ્યું છે, જ્યારે તેને બનાવવામાં 55 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.