ફ્લાઇટ અટેંડેંટમાં જોવા મળી રણબીર, બોબી અને રશ્મિકાને લઇને દીવાનગી, ‘એનિમલ’ સ્ટારકાસ્ટનો શર્ટ પર લીધો ઓટોગ્રાફ

પ્રાઈવેટ એરક્રાઇફટમાં ‘એનિમલ’ની સ્ટારકાસ્ટ પાછળ દીવાની થઇ ફ્લાઇટ અટેન્ડેન્ટ, બધા પાસે સફેદ શર્ટ પર લીધો ઓટોગ્રાફ

રણબીર કપૂર, રશ્મિકા મંદાના અને બોબી દેઓલની ફિલ્મ ‘એનિમલે’ બોક્સ ઓફિસ પર તો તહેલકો મચાવ્યો જ છે, સાથે જ સ્ટાર કાસ્ટ પણ ખૂબ ચર્ચામાં છે. જો કે, હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રણબીર, રશ્મિકાથી લઇને બોબી દેઓલ સુધી એક પ્રાઇવેટ જેટની એરહોસ્ટેસના શર્ટ પર ઓટોગ્રાફ આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો અને હવે લોકો આ વીડિયો પર અલગ અલગ કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

રણબીર કપૂરથી લઇને બોબી દેઓલ સુધી બધાએ આપ્યો ઓટોગ્રાફ

એવું ભાગ્યે જ બને કે ફેનને એક સાથે આટલા બધા કલાકારોના ઓટોગ્રાફ મળ્યા હોય અને આ એર હોસ્ટેસ આ બાબતમાં નસીબદાર સાબિત થઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં ફ્લાઇટ અટેંડેંટ એનિમલ ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે પ્રાઇવેટ એરક્રાફ્ટમાં જોવા મળે છે. આ ક્લિપમાં ફ્લાઈટ એટેન્ડન્ટ સફેદ શર્ટ અને બ્લુ પેન્ટમાં જોવા મળી રહી છે. રણબીર કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદાના જેવા ફિલ્મના કલાકારો સાથે સાથે તે નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા પાસેથી પણ શર્ટ પર ઓટોગ્રાફ લેતી જોવા મળે છે.

પોતાની ખુશી છુપાવીન શકી ફ્લાઇટ અટેંડેંટ

આ દરમિયાન તે પોતાની ખુશી છુપાવી પણ નથી શકતી. ફ્લાઇટ એટેન્ડન્ટે સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. રણબીર કપૂર એક વીડિયોમાં તેને જોઈ રહ્યો છે, જે પોસ્ટ કરીને તેણે લખ્યું- તેણે મને જે રીતે જોઇ, હું પ્રેમમાં પડી ગઇ. એક પોસ્ટમાં તેણે બોબી દેઓલે આપેલો ઓટોગ્રાફ પણ બતાવ્યો છે. બોબી સાથેની તસવીર શેર કરી તેણે શર્ટ પર લખેલી લાઈન પણ બતાવી. તેના શર્ટની પાછળ, બોબીએ લખ્યું- ડિયર ગીતા, ઘણો પ્રેમ – બોબી.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

આ ફ્લાઈટ એટેન્ડન્ટની પોસ્ટ પર લોકોએ લખ્યું- તમારું નસીબ ઘણું સારું છે. તો એકે લખ્યું છે – આગલી વખતે મારા માટે એક વધારાનો શર્ટ લઇ જજો. અન્ય એક યુઝરે કહ્યું- આ એક શાનદાર તક હતી યાર, તમે ફિલ્મમાં રોલ માટે પૂછી લીધુ હોત. આ વીડિયોને 1.5 મિલિયન કરતા પણ વધારે વ્યૂઝ મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gita chetri 🧿 (@gitachetri9)

Shah Jina