65 વર્ષની ઉંમરમાં પણ 30-35 વર્ષના યુવાન જેવા દેખાતા અનિલ કપૂરની ફિટનેસનું રહસ્ય આવ્યું સામે, વીડિયો શેર કરીને જણાવી રૂટિન લાઈફ

દુનિયાના અનેક રહસ્યોમાંથી એક રહસ્ય એ છે કે અનિલ કપૂર 65 વર્ષની ઉંમરમાં પણ આટલા યુવાન કેવી રીતે છે. ઉંમરના જે તબક્કામાં લોકોના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. હાથ અને પગ જવાબ આપવા લાગે છે. ત્યાં અનિલ કપૂર 30 વર્ષના યુવકની જેમ સક્રિય દેખાય છે.

ઘણા લોકો એ જાણવા માંગે છે કે અભિનેતાઓ કઈ ઔષધિઓ ખાય છે કે તેમના ચહેરાએ હજુ સુધી વૃદ્ધાવસ્થા જોઈ નથી. બસ, આ બધી વસ્તુઓ પૂરતી થઈ ગઈ છે. હવે જવાબ જાણવાનો સમય આવી ગયો છે. અભિનેતા અનિલ કપૂરે એક વીડિયો શેર કરીને પોતાની ફિટનેસનું રહસ્ય જણાવ્યું છે.

લાગે છે આ વાતને ઘણું મોડું થઇ ગયું, પરંતુ અનિલ કપૂરે પોતાના ચાહકોની વાત સાંભળી અને મોડે મોડે પણ તેમની ફિટનેસ વિશે જણાવ્યું. અનિલ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનુ ફિટનેસ રૂટિન શેર કર્યુ છે. વીડિયોમાં અનિલ કપૂરે શરૂઆતમાં કહ્યું હતું કે તે એપ દ્વારા આખા દિવસની ગતિવિધિઓ પર નજર રાખે છે. મતલબ કે તે કેટલા કલાક સૂતા હતા, તે કેટલો સમય ચાલ્યા હતા અથવા તેમણે એક દિવસમાં કેટલી કેલરી બર્ન કરી હતી. વગેરે… વગેરે..

.

આ પછી તેમણે કહ્યું કે તે દિવસની શરૂઆત સાઇકલ ચલાવીને કરે છે. સાયકલ ચલાવ્યા બાદ તે પોતાના પર ફોકસ રાખવા માટે ડાર્ટ્સ પણ રમે છે. પોતાને માનસિક રીતે મજબૂત બનાવ્યા બાદ અનિલ કપૂર 50 રેપ કરે છે. એટલે કે સાઇકલિંગ, ડાર્ટ્સ અને એક્સરસાઇઝ દ્વારા અનિલ કપૂર પોતાના શરીરમાં વધારાની ચરબીને જમા થવા દેતા નથી.

રૂટિન વીડિયો શેર કરવાની સાથે અનિલ કપૂરે એ પણ કહ્યું છે કે ફિટ રહેવા માટે વર્કઆઉટ કરતાં તમારું ડાયટ વધુ મહત્વનું છે. તેઓ કહે છે કે શરીરને જોઈએ તેટલો ખોરાક લેવો જોઈએ. અનિલ કપૂર કહે છે કે સ્ટેમિના-સ્ટ્રેન્થ બનાવવા માટે તમારે સારો અને યોગ્ય આહાર લેવો જરૂરી છે. એટલે કે અનિલ કપૂરની ફિટનેસનું રહસ્ય ડાયટ છે અને હા, તમે જોયું હશે કે વર્કઆઉટ કેટલું મહત્વનું છે. વીડિયો શેર કરતા અનિલ કપૂરે જણાવ્યું કે લાઇટ, કેમેરા અને એક્શન શરૂ થાય તે પહેલા તે આ રીતે પોતાને તૈયાર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor)

સોશિયલ મીડિયામાં અનિલ કપૂરના આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને હજારો લોકો તેને લાઈક કરી ચુક્યા છે. આ વીડિયો જોયા બાદ લોકો અનિલ કપૂરના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું, ‘મને આ પ્રેરણાની જરૂર હતી, એક મોટી પ્રેરણા બનવા માટે તમને સલામ’. અન્ય એક યુઝરે લખ્યું, ‘બહુ જ બ્રિલિયન્ટ સર, તમે એવરગ્રીન છો’. અન્ય એક યુઝરે લખ્યું, અમને પ્રેરણા આપવા બદલ આભાર સર.

Niraj Patel