અંદરથી આવું દેખાય છે દેવામાં ડૂબેલા અનિલ અંબાણીનું આલીશાન ઘર, 17 માળ-છત પર હેલીપેડ અને અનેક સુવિધાઓથી છે સજ્જ, કિંમત જાણી રહી જશો હેરાન

દેવામાં ડૂબેલા અનિલ અંબાણીના ઘરની કિંમત જાણી રહી જશો હેરાન, દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં થાય છે ગણતરી, તસવીરો જોઈને અક્કલ કામ નહિ કરે

દેશના સૌથી અમીર પરિવારમાંનો એક અંબાણી પરિવાર ઘણીવાર ખબરોમાં રહે છે. મુકેશ અંબાણી જ્યાં સતત સફળતાના ઝંડા ગાડી રહ્યા છે, ત્યાં તેમના નાના ભાઇ અનીલ અંબાણીની પ્રોફેશનલ લાઇફ છેલ્લા ઘણા સમયથી વધારે ઠીક નથી ચાલી રહી. લાંબા સમયથી અનિલ અંબાણી દેવામાં ડૂબેલા છે. આ વાતથી તો બધા લોકો વાકેફ છે કે મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે આલીશાન ઘર એન્ટીલિયામાં રહે છે,

જે દક્ષિણ મુંબઇના સૌથી મોંઘા અને પોશ વિસ્તારમાં સ્થિત છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર, મુકેશ અંબાણીના મહેલ કરતા પણ વધારે સારા બંગલા એન્ટીલિયાની કિંમત 6000થી 12000 કરોડ વચ્ચે છે. પણ આજે અમે તમને મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા વિશે નહિ પણ અનિલ અંબાણીના ઘર વિશે જણાવીશું. અનિલ અંબાણી તેમની પત્ની ટીના અને બંને દીકરા જય અનમોલ અને જય અંશુલ સાથે અડોબ નામના બંગલામાં રહે છે.

મુંબઇના પાલી હિલ વિસ્તારમાં સ્થિત આ ઘરમાં 17 માળ છે. અડોબ 66 મીટર ઊંચુ છે, અનિલ અંબાણીનું પૂરુ ઘર 16 હજાર સ્કવેર ફૂટમાં ફેલાયેલુ છે. અનિલ અંબાણીના ઘરમાં સ્વિમિંગ પુલ, જીમ, હેલીપેડ, પાર્કિંગની જગ્યા, કાર કલેક્શનને ડિસ્પ્લે કરવા માટે મોટો લાઉંમજ એરિયા જેવી સુવિધાઓ છે. અનિલ અંબાણીના ઘરની બાલકનીમાંથી સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઇ શકાય છે. પરિવારના સભ્યોને સમુદ્રનો નજારો પણ જોવા મળે છે. અનિલ અંબાણીના ઘરની ગણતરી ભારતના સૌથી મોંઘા ઘરોમાં થાય છે.

અનિલ અંબાણીએ તેમના ઘરનું નામ અડોબ છે, જેનો મતલબ એ સ્થાન જ્યાં તમે રહો છો તેવો થાય છે. આ આલીશાન ગગનચુંબી ઇમારત 17 માળની છે અને તેના ઇંટીરિયર પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આને એક વિદેશી ડેકોરેટરે ડિઝાઇન કર્યુ છે. રીપોર્ટ્સ અનુસાર, અનિલ અંબાણીએ મૂળરૂપે પોતાના ઘરની ઊંચાઇ 150 મીટર સુધી કરવાની યોજના બનાવી હતી, પણ નિર્માણ અધિકારીઓએ માત્ર 66 મીટર સુધી જ મંજૂરી આપી હતી.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, અનિલ અંબાણીના ઘરની કિંમત 5000ક કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. કેટલાક રીપોર્ટ્સ અનુસાર, અનિલ અંબાણી ખાવાના શોખીન છે અને આ કારણે ઘરમાં એક નાનું રેસ્ટોરન્ટ પણ બનાવવામાં આવ્યુ છે. ઘરના જાઇનિંગ એરિયાને પણ ઘણી સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવ્યુ છે. ખબરો અનુસાર, આ ઘર એટલું મોટુ છે કે એક નવી સોસાયટી વસી શકે છે.

આ ઉપરાંત ઘરમાં મંદિર પણ છે અને ઘરની છત પર હેલીપેડ પણ બનાવવામાં આવ્યુ છે.અનિલ અંબાણીના લગ્ન મશહૂર અભિનેત્રી ટીના મુનીમ સાથે 1991માં થયા હતા. બંનેના બે દીકરી છે, જેમનું નામ જય અનમોલ અને જય અંશુલ અંબાણી છે. અનિલ અંબાણીના મોટો દીકરો જય અનમોલ અંબાણી રિલાયન્સ કેપિટલ ઉપરાંત રિલાયન્સ ઇંફ્રાની કમાન સંભાળી રહ્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અનિલ અંબાણીની કંપનીઓ દેવાળિયા થવાને કારણે તેમની નેટવર્થમાં ઘણો ઘટાડો થયો છે. અનિલ અંબાણીનો દીકરો અનમોલ બિઝનેસમાં સક્રિય છે. તેના લગ્ન વર્ષ 2021માં કૃશા શાહ સાથે થયા હતા.

Shah Jina