જંગલ સફારીનો આનંદ માણવા માટે ગયા હતા પ્રવાસીઓ, ત્યાં જ હાથીને આવ્યો ગુસ્સો અને પછી પ્રવાસીઓથી ભરેલી ટ્રક સાથે કર્યું એવું કે.. જુઓ વીડિયો

નિયમોને નેવે મૂકીને પ્રવાસીથી ભરેલી ટ્રક પહોંચી ગઈ હાથીની એકદમ નજીક, હાથીને ગુસ્સો આવતા જ સૂંઢથી આખી ટ્રક ઊંચકી, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા અને પછી… જુઓ વીડિયો

Angry Elephant Attack On Tourist : પ્રાણીઓમાં હાથીને સૌથી શાંત અને સીધો જીવ માનવામાં આવે છે. જે બિનજરૂરી રીતે કોઈને નુકસાન  પહોંચાવતો નથી. ઘણીવાર લોકો આ વિશાળ પ્રાણીને નજીકથી જોવા માટે જંગલ સફારી પર જવાનું પસંદ કરે છે. પરંતુ ક્યારેક આમ કરવું લોકો માટે જોખમી સાબિત થાય છે. ખાસ કરીને જ્યારે આ વિશાળ પ્રાણી ગુસ્સે થાય છે, ત્યારે તે તેની સામે આવતી દરેક વસ્તુને પળવારમાં નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. આવા ઘણા વીડિયો તમે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા જોયા હશે.

આવી જ એક નાની ક્લિપ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં એક હાથી ગુસ્સામાં જોર જોરથી ગર્જના કરી રહ્યો છે. આ પછી, તે પોતાની સૂંઢથી માચીસની જેમ તેની સામે ઉભેલા પ્રવાસીઓથી ભરેલી ટ્રકને ઉપાડે છે. હાથી ગાડીને બે વાર મોટી ઉંચાઈ પર ઉપાડે છે અને છોડી દે છે. આ ઘટનાને કારણે ટ્રકમાં હાજર લોકો ડરી ગયા અને બૂમો પાડવા લાગ્યા. આ પછી, ડ્રાઇવર સ્પીડમાં ટ્રકને પાછી લઇ જાય છે.

તમને જણાવી દઈએ કે આ ઘટનામાં કોઈ પ્રવાસીને ઈજા પહોંચી નથી અને હાથીએ સમજદારી બતાવીને પ્રવાસીઓને ગાડીને જતા રોકી પણ નહિ. આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘wildtrails.in’ હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે, જેને ઘણો જોવામાં આવી રહ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે, “એક આક્રમક હાથીએ સફારી વાહન પર હુમલો કર્યો, પરંતુ સદનસીબે ગાઈડ અને ડ્રાઈવરે તેને કાબૂમાં રાખ્યો.”

વીડિયોમાં જોઈ શકાય છે કે ગાઈડ અને ડ્રાઈવર સામે હાથીને જોઈને પણ વાહન રોકતા નથી અને હાથીની એકદમ નજીક આવી જાય છે. જ્યારે સફારીમાં મુલાકાત લેતા પહેલા સ્પષ્ટ સૂચનાઓ છે કે કોઈપણ પ્રાણીની નજીક જવાથી ખલેલ પડી શકે છે. પરંતુ આ કિસ્સામાં એવું લાગે છે કે ડ્રાઇવર અને ગાઇડની ભૂલને કારણે ઘણા પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો હોત.

 

View this post on Instagram

 

A post shared by WildTrails.in (@wildtrails.in)

Niraj Patel