બીચ પર પરિવાર સાથે વેકેશન એન્જોય કરી રહી છે અનન્યા પાંડે, બિકિનીમાં વિખેર્યો જલવો- અંદાજ પર ફિદા થયા ચાહકો

અનન્યા પાંડેનું નામ બોલીવુડની તે યુવા અભિનેત્રીઓમાં સામેલ છે, જેની ફેશન ગેમ દિવસેને દિવસે વધુ કિલર બની રહી છે. હસીના ગમે તે કાર્યક્રમમાં ભાગ લે તેનો અનોખો લુક જોવા મળે છે. બોલીવુડની ખૂબસૂરત દિવા અનન્યા પાંડે આ દિવસોમાં તેની લાઇફના બેસ્ટ ફેઝમાં છે. એક્ટ્રેસ દરેક ક્ષણને ખુલીને એન્જોય કરી રહી છે.

અભિનેત્રીની ખુશીનો અંદાજ તેની લેટેસ્ટ ઇન્સ્ટા પોસ્ટ પરથી લગાવી શકાય છે. અનન્યા પાંડે આ દિવસોમાં તેના પરિવાર સાથે બીચ વેકેશન પર છે. અભિનેત્રીએ વેકેશનના કેટલાક અદભુત ફોટોઝ શેર કર્યા છે, જેને જોઈને ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા છે. તસવીરોમાં અનન્યા પાંડે બીચ પર બિકીની પહેરી પોઝ આપતી જોવા મળી રહી છે.

તેણે બ્લેક સ્ટાઇલિશ સનગ્લાસ પહેરી પોતાનો લુક પૂર્ણ કર્યો છે. તસવીરોમાં અનન્યાનો સ્વેગ જોવાલાયક છે. અનન્યાને વેકેશનમાં સાયકલ ચલાવવાની પણ મજા આવી હતી. તે ઘણી મનોરંજક પ્રવૃત્તિઓ કરતી જોવા મળી. તે વેકેશનને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી રહી નથી. અનન્યાની ખુશીનો અંદાજ તેની મિલિયન ડોલર સ્માઇલ પરથી લગાવી શકાય છે.

અનન્યાએ તેની નાની બહેન રાયસા પાંડે સાથે પણ ઘણી તસવીરો શેર કરી છે. અનન્યા અને રાયસા બીચ પર ખૂબ મસ્તી કરતા જોઈ શકાય છે. બંને બહેનોની સ્ટાઇલિશ સ્ટાઇલ જોઈ ચાહકો પણ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. રાયસા પાંડે બ્લેક અને વ્હાઇટ કો-ઓર્ડ સેટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. બહેન અનન્યા સાથેનો તેનું બોન્ડિંગ જોવાલાયક છે. બંને બહેનોને સાથે જોવું એ ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું નથી.

વેકેશનના ફોટામાં અનન્યા પાંડે ગ્લેમ લુકમાં જોવા મળી રહી છે. બીજા લુકની વાત કરીએ તો, અભિનેત્રીએ એનિમલ પ્રિન્ટ પેન્સિલ સ્કર્ટ સાથે બ્લેક ટ્યુબ ક્રોપ ટોપ પહેર્યું હતું.

વાસ્તવમાં, અનન્યા તેની નાની બહેન રાયસા પાંડેના 21મા જન્મદિવસની ઉજવણી કરવા માટે તેની માતા ભાવના પાંડે અને પિતા ચંકી પાંડે સાથે વેકેશન પર છે. જ્યાંથી તેણે પોતાના ઘણા ફોટા શેર કર્યા છે. ક્યારેક તે બિકીની પહેરતી તો ક્યારેક શિમરી ડ્રેસમાં જોવા મળે છે. અનન્યાનો બિકીની લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઇ ગયો અને ચાહકો તેને બીચ ક્વીન કહેવા લાગ્યા.

યલો બિકીની પહેરીને હસીનાએ ગ્લેમરમાં વધારો કર્યો, જ્યારે બ્લુ પ્રિન્ટેડ શર્ટ અને ડેનિમ શોર્ટ્સ સાથે તેણે આ બિકીની પહેરી. ભીના વાળ સાથે હસીનાનો અંદાજ ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો અને તેણે કાચબા સાથે પોતાની સુંદરતા પણ દર્શાવી હતી.

Previous Article

આટલી સંપત્તિના માલિક છે યુઝવેન્દ્ર ચહલ, ટીમની બહાર રહીને પણ કમાઈ છે કરોડો, પોર્શ- લેમ્બોર્ગિની જેવી વૈભવી ગાડીઓ છે માલિક

Next Article

IIFA 2025 માં સ્ટાઇલ કે કન્ફ્યુઝન? આ સેલેબ્સના અતરંગી લુક્સ જોઈ ફેન્સનું મગજ ગયું, જુઓ તસવીરો

error: Protected Content!