માસી બનવાની છે અનન્યા પાંડે, બહેન અલાના બીચ પર બેબી બંપ બંપ ફ્લોન્ટ કરી આપી ગુડ ન્યુઝ- જુઓ વીડિયો
અનન્યા પાંડે જલ્દી જ માસી બનવાની છે, તેની કઝિન અલાના પાંડે પ્રેગ્નેટ છે અને જલ્દી જ તેના પહેલા બાળકનું સ્વાગત આ દુનિયામાં કરવાની છે. અલાનાએ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ આઇવર મેક્રે સાથે 16 માર્ચ 2023ના રોજ લગ્ન કર્યા હતા. અલાના એક્ટર ચંકી પાંડેના ભાઇ ચિક્કી પાંડે અને ડિયાને પાંડેની દીકરી છે.
અલાનાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરી તેની પ્રેગ્નેંસી અનાઉન્સ કરી. અલાના પાંડે વીડિયોમાં તેના પતિ સાથે જંગલમાં પોઝ આપતી અને બેબી બંપ ફ્લોન્ટ કરતી જોઇ શકાય છે. ફ્લોરલ ડ્રેસમાં અલાના ખૂબ જ સુંદર લાગી રહી છે. વીડિયોમાં અલાનાએ સોનોગ્રાફીની પણ ઝલક શેર કરી છે. અલાનાએ પ્રેગ્નેંસી અનાઉન્સ કરતો વીડિયો શેર કર્યા બાદ મેટરનીટી ફોટોશૂટની પણ કેટલીક તસવીરો શેર કરી છે.
અનન્યા પાંડેની કઝિન અલાના તેના પહેલા બાળકને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. વ્હાઇટ આઉટફિટમાં અલાનાએ બેબી બંપ ફ્લોન્ટ કરતી ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરમાં અલાના બીચ પર જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતા અલાનાએ લખ્યુ- બીચ બેબી લોડિંગ. અલાનાએ પ્રેગ્નેંસી અનાઉન્સ કરતો વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યુ હતુ- અમે અત્યારથી તને ખૂબ પ્રેમ કરીએ છીએ, હવે તને મળવાની વધારે રાહ નથી જોવાતી.
માસી બનવાની ખબર સાંભળતા જ એક્ટ્રેસ અનન્યાની ખુશીનું ઠેકાણુ જ ના રહ્યુ. તેણે અલાના અને આઇવરનો વીડિયો શેર કરી લખ્યુ- ખુશીના મારે કદાચ મારુ દિલ ફાટી જશે, અમારા ઘરે નાનો મહેમાન આવવાનો છે. હું અત્યારથી તને ખૂબ પ્રેમ કરુ છુ, મને વિશ્વાસ નથી થઇ રહ્યો હું માસી બનવાની છું.જણાવી દઇએ કે, અલાના પાંડે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. ત્યાં તેનો પતિ આઇવર મેક્રે એક ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર છે. બંને લોસ એંજેલિસમાં રહે છે.
Instagram पर यह पोस्ट देखें
અલાના અને આઇવરના લગ્નમાં બોલિવુડની ઘણી હસ્તીઓ સામેલ થઇ હતી. શાહરૂખ ખાન, ગૌરી ખાન, કનિકા કપૂર સહિત અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા. આઇવર અને અલાનાએ 2021માં સગાઇ કરી હતી. બંનેએ એકબીજાને બે વર્ષ સુધી ડેટ કર્યુ અને પછી આઇવરે અલાનાને માલદીવમાં લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. બંનેએ 2023માં લગ્ન કર્યા અને હવે લગ્નના 11 મહિના બાદ ગુડ ન્યુઝ શેર કરી.
Instagram पर यह पोस्ट देखें