ડોનાલ્ડ ટ્રમ્પની લાડલી ઈવાંકાએ ગુજરાતી સાડી પહેરીને લૂંટી મહેફિલ, અંબાણીની પાર્ટીની તસવીરો વાયરલ, જુઓ

અમેરિકાના Ex પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની લાડલી ઈવાંકા ટ્રમ્પ બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ગુજરાત પહોંચી છે. જ્યારે વ્હાઈટ હાઉસની પૂર્વ સલાહકાર ઈવાંકા જામનગરમાં અનંતની પ્રી-વેડિંગ પાર્ટીમાં પહોંચી ત્યારે તેને ખુબ જ સુંદર સાડી પહેરી હતી.

ઇન્ટરનેટમાં આ સાડીની ખૂબ ચર્ચા ચાલી રહી છે. ઈવાંકા તેના પતિ જેરેડ કુશનર અને પુત્રી અરબેલા રોઝ સાથે પોઝ આપતી જોવા મળી હતી. તેના પિતા ડોનાલ્ડ ટ્રમ્પ ખુબ જ રીચેસ્ટ બિઝનેસમેન પણ છે. મુકેશ અંબા ણી ભારતના દિગ્ગજ બિઝનેસમેન છે. બંને બિઝનેસ જગતનું મોટું નામ છે. આવી સ્થિતિમાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહ માટે ટ્રમ્પ પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ઈવાંકા ટ્રમ્પ પરિવાર વતી આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભારત આવી છે. અમેરિકામાં 2016ની ચૂંટણી દરમિયાન ઈવાંકાની ખૂબ ચર્ચા થઈ હતી. તમને જણાવી દઈએ કે ટ્રમ્પની લાડલી ઈવાંકાએ પોતાની જાતને પોલીટીક્સથી દૂર રાખી છે. તેણી ભવિષ્યની રાજકીય ભૂમિકાઓ છોડી રહી હોય તેવું લાગે છે. બીજી તરફ, ઇવાન્કાના ભાઈ તેમના પિતાનો રાજકીય વારસો સંભાળવા પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનની ગઈ કાલે 1 માર્ચથી ગુજરાતના જામનગર ખાતે શરૂઆત થઈ. આ સેલિબ્રેશન 3 માર્ચ સુધી ચાલશે. આ ઇન્વેસ્ટમાં પાર્ટીસીપેન્ટ થવા દેશ વિદેશથી VVIP લોકો જામનગર આવ્યા છે અને ફંક્શનની ખુબ મજા માણી રહ્યા છે.

ઇવેન્ટના બીજા દિવસે રાત્રે આમિર ખાન, સલમાન ખાન અને શાહરૂખ ખાનની ત્રણેયને એકસાથે જોવા માટે દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં, ત્રણેય ખાનોએ સાથે મંચ શેર કર્યો અને હલચલ મચાવી દીધી.

ભાઈજાન સલમાન, SRK અને આમિરનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યો છે. ક્લિપમાં જોઈ શકાય છે કે ત્રણેય ખાન સૌપ્રથમ નાટુ નાટુનો હૂક સ્ટેપ કરવા માટે ભેગા થાય છે, સલમાન અને આમિર સ્ટેપ બરાબર નથી કરતા અને શાહરૂખ તેમને વચ્ચેથી રોકે છે. સલમાન ખાન તેનો સિગ્નેચર ટુવાલ સ્ટેપ કરે છે.

18 મહિનામાં જ ઘટાડી દીધું હતું 108 કિલો વજન, તો હવે ફરી હતો એવો કેમ થઇ ગયો અનંત ? જાણો બધું જ – નીચેના વીડિયોમાં જુઓ રસપ્રદ માહિતી

YC