અનંત અંબાણી-રાધિકા મર્ચેંટના પ્રી-વેડિંગ ફંક્શનમાં મહેમાનોને પીરસવામાં આવશે 2500 વાનગીઓ, ઇન્દોરના 65 શ્રેષ્ઠ શેફના હાથનો સ્વાદ માણશે મહેમાનો

અનંત અંબાણી-રાધિકા મર્ચેંટના પ્રી-વેડિંગ ફંક્શનમાં 3 દિવસનો જશ્ન, 1000 મહેમાન, પીરસવામાં આવશે 2500 પકવાન, જાણો કેવો હશે માહોલ

મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ટૂંક સમયમાંજ અનંત તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. ત્યારે બંનેના લગ્ન પહેલા ગુજરાતના જામનગરમાં 1-3 માર્ચના રોજ કપલના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરાયુ છે. આ ફંક્શનમાં ભારત અને વિદેશમાંથી લગભગ 1000 લોકો ભાગ લેશે.

આંતરરાષ્ટ્રીય નેતાઓ અને હસ્તીઓ અનંત-રાધિકાને આશીર્વાદ આપવા જામનગર પધારશે. આ ભવ્ય ઈવેન્ટનું ફૂડ મેન્યુ પણ ખાસ બનવાનું છે. અહેવાલો અનુસાર, પ્રી-વેડિંગ બેશ માટે ઇન્દોરના લગભગ 65 શેફની ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. ઈન્દોરના 65 શેફ 135 લોકોની ટીમ સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં હાજરી આપવા ગયા છે.

ઇન્દોરથી જામનગર ગયેલી ટીમની સૌથી ખાસ વાત એ છે કે તેમાં 20 મહિલા શેફ છે. મહિલા શેફ વિવિધ વાનગીઓ બનાવવામાં નિષ્ણાત હોય છે. ઈવેન્ટમાં ઈન્દોરી ફૂડને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પારસી, થાઈ, મેક્સિકન, જાપાનીઝ ફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફોકસ પેન એશિયા પેલેટ પર રહેશે. ત્રણ દિવસ સુધી મહેમાનોને 2500 પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં બ્રેકફાસ્ટ, લંચ, ડિનર અને મીડ નાઇટ મીલનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નાસ્તાના મેનૂમાં 75 વિકલ્પો હશે જ્યારે મહેમાનોને લંચમાં 225 અને ડિનરમાં 275 પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે. કોઈ પણ વાનગીનું પુનરાવર્તન ફંક્શનમાં નહીં થાય. વેગન ખાનારાઓની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પાર્ટીની મજા માણી રહેલા મહેમાનો માટે મિડ નાઇટ મીલની પણ વ્યવસ્થા કરવામાં આવશે.ઇન્દોરના રસોઇયા દ્વારા તૈયાર કરવામાં આવેલી વાનગીઓમાં બધું જ ઇન્દોરનું હશે.

આ માટે શેફે ચાર ટ્રકમાં સામાન ભરી દીધો છે. તેમાં ઈન્દોરી મસાલાથી લઈને અન્ય ઘટકો સુધીની દરેક વસ્તુ હોય છે. રસોઇયાએ કહ્યું કે મિડનાઇટ મિલને વિદેશી મહેમાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યુ છે. ઇંદોરમાં સ્વાદ માટે બે પ્રખ્યાત સ્થળો છે. છપ્પન દુકાનો અને સરાફા માર્કેટ, ઈન્દોર જતવાવાળા લોકો અહીં જવાનું ચૂકતા નથી. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં લોકોને આ જગ્યાનો સ્વાદ માણવા મળશે. કચોરીથી લઈને મકાઈ સુધી અનેક સ્વાદ મળશે.

આ સાથે જ પૌઆ, કોપરાની પેટીસ અને ઉપમા પણ સામેલ હશે. સમય પહેલા પહોંચેલા શેફ પ્રેક્ટિસ કરશે અને 28 ફેબ્રુઆરી સુધી ત્યાં ટ્રાયલ ચાલશે. 1 માર્ચથી મહેમાનોને ભોજન પીરસવામાં આવશે.જણાવી દઇએ કે, અનંત-રાધિકાએ જાન્યુઆરી 2023માં સગાઈ કરી હતી. તેમના લગ્ન એક ભવ્ય અફેયર બનવા જઈ રહ્યા છે. ગેસ્ટ લિસ્ટમાં વિવિધ ક્ષેત્રના મોટા નામોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ, શાહરૂખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન અને રજનીકાંત સહિત ઘણા આ સેલિબ્રેશનમાં હાજરી આપશે તેવી ચર્ચા છે. આ ઉપરાંત રિહાના, અરિજીત સિંહ અને દિલજીત દોસાંઝ પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરશે તેવી પણ ચર્ચા થઇ રહી છે.રિપોર્ટ્સ અનુસાર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન અલગ-અલગ થીમ પર આયોજિત કરવામાં આવશે.

1 માર્ચના રોજ એક ભવ્ય કોકટેલ અને મ્યુઝિક નાઈટનું આયોજન કરવામાં આવશે, જેની થીમ ‘એન ઈવનિંગ ઇન એવરલેન્ડ’ હશે. આ ઉપરાંત 2 માર્ચે વાઈલ્ડલાઈફ થીમ ‘અ વોક ઓન ધ વાઈલ્ડ સાઈડ’ પર એક પાર્ટીનું આયોજન કરવામાં આવશે, જે સવારે 11:30 થી બપોરે 3:00 વાગ્યા સુધી ચાલશે. તેનો ડ્રેસ કોડ જંગલ હશે.આ સિવાય 3 માર્ચે કાર્નિવલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે, જેમાં રિહાનાથી લઈને દિલજીત દોસાંઝ સુધીના પ્રખ્યાત પોપ સ્ટાર્સ પરફોર્મ કરશે અને બિલ ગેટ્સ, ઈવાંકા ટ્રમ્પ જેવા ગ્લોબલ આઈકન્સ પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Jist (@jist.news)

Shah Jina