જામનગરમાં 3 દિવસ ચાલશે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનનો જશ્ન, સામે આવ્યુ કાર્ડ- જાણો વિગત

ઘોડી ચઢવા તૈયાર મુકેશ અંબાણીનો દીકરો, અનંત-રાધિકાનું વેડિંગ કાર્ડ વાયરલ

અનંત-રાધિકાનું વેડિંગ ઇનવાઇટ લીક…નીતા-મુકેશ અંબાણીએ લખ્યો ઇમોશનલ લેટર

અંબાણી પરિવારમાં શહેનાઈ ફરી ગુંજવા જઈ રહી છે. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં જ ઘોડી ચઢવા જઈ રહ્યા છે. તે તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ અને મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. અનંત અને રાધિકાના લગ્નનું કાર્ડ સામે આવ્યું છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ગયા વર્ષે સગાઈ કરી હતી, બંને ઘણા વર્ષોથી સંબંધમાં છે. ત્યારે હવે આખરે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે.

અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનનું કાર્ડ વાયરલ

અંબાણી પરિવારમાં પણ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મુકેશ અંબાણીના હોમટાઉન જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે. અનંત અને રાધિકાના લગ્નનું કાર્ડ સામે આવ્યું છે, જે જંગલ થીમ આધારિત છે. કાર્ડના ઉપરના ભાગમાં બંનેના નામનો પહેલો અક્ષર હિન્દીમાં લખેલો છે. અંબાણી અને મર્ચન્ટ પરિવારોના નામ મધ્યમાં લખેલા છે.

3 દિવસ ચાલશે અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન

કાર્ડ ઉપરાંત, નીતા અને મુકેશે મહેમાનોને હાથથી લખેલું આમંત્રણ પણ મોકલ્યું છે, જેમાં તેઓએ પ્રી-વેડિંગ ફંક્શનની તમામ વિગતો આપી છે. રાધિકા અને અનંતના પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં યોજાશે. જામનગર મુકેશ અંબાણીનું વતન છે. આવી સ્થિતિમાં, અનંત અને રાધિકા તેમના પૂર્વજોના આશીર્વાદથી લગ્ન કરશે. બંનેના લગ્નની વિધિ 1 માર્ચ 2024થી શરૂ થશે.

મુકેશ અંબાણીના હોમટાઉન જામનગરમાં યોજાશે પ્રી-વેડિંગ ફંક્શન

રાધિકા અને અનંતનું પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં ત્રણ દિવસ સુધી ચાલશે. જોકે, કાર્ડમાં લગ્નની તારીખનો ઉલ્લેખ નથી. જણાવી દઇએ કે, રાધિકા અને અનંતની સગાઈ એન્ટિલિયામાં થઈ હતી. આ દરમિયાન એન્ટિલિયામાં ગુજરાતી પરંપરા મુજબ ગોળ ધાણા અને ચુનરી વિધિ કરવામાં આવી હતી. છેલ્લાં સેંકડો વર્ષોથી ગુજરાતી હિંદુ પરિવારોમાં આ વિધિઓ ચાલી રહી છે.

ગત વર્ષે થઇ હતી ગુજરાતી પરંપરા મુજબ ગોળ ધાણા અને ચુનરી વિધિ

આ દરમિયાન અંબાણી પરિવાર દ્વારા સરપ્રાઈઝ ડાન્સ પરફોર્મન્સ પણ આપવામાં આવ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બંનેની રોકા સેરેમની 29 ડિસેમ્બર 2022ના રોજ રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં થઇ હતી. ત્યારે હવે આ કપલ લગ્ન કરી તેમના સંબંધોને આગળ ધપાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina