લગ્ન પહેલા અનંત અંબાણી પહોંચ્યો ગામડે, મહિલાઓ લીધા ઓવારણા, હાલારી પાઘડી પહેરાવીને કરવામાં આવ્યું સન્માન, જુઓ વીડિયો

અનંત અંબાણી પોતાના લગ્ન પહેલા જામનગરની આસપાસના ગામડામાં લઇ રહ્યો છે સૌના આશીર્વાદ, દિગ્ગજ કલાકારો દ્વારા થઇ રહ્યા છે લોકડાયરા, જુઓ વીડિયો

Anant Ambani Welcomed Halari Turban : એશિયાના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરમાં હાલ ખુશીઓના પ્રસંગો યોજાઈ  રહ્યા છે. મુકેશ અંબાણીના નાના દીકરા અનંત  અંબાણીના લગ્ન ટૂંક  સમયમાં જ યોજાશે. જેના પહેલા જામનગરમાં પ્રિ વેડિંગ ફંક્શનની તૈયારીઓ પણ આરંભાઈ ગઈ છે. જેમાં 1થી 3 માર્ચ દરમિયાન મોટા કાર્યક્રમો થવાના છે અને આ કાર્યક્રમોમાં દેશ અને દુનિયાની મોટી મોટી હસ્તીઓ પણ જામનગરમાં હાજરી આપવા આવી પહોંચવાની છે.

ગ્રામજનો કરી રહ્યા છે અનંતનું સ્વાગત :

ત્યારે અનંત અને રાધિકાના લગ્નમાં આસપાસના ગ્રામજનો પણ ભાગ લઇ શકે તે માટે થઈને આસપાસના ગામમાં ડાયરા અને જમણવારના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે. જેમાં ખુદ અનંત અંબાણી પણ હાજરી આપવા માટે પોહોચી રહ્યો છે અને તે ગ્રામજનો સામે એકદમ વિનમ્ર ભાવ સાથે જોવા મળે છે. ગ્રામ લોકો પણ તેનું ઉષ્માભેર સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે.

હાલારી પાઘડી પહેરાવી :

આવા જ એક ગાગવા ગામમાં અનંત અંબાણી પહોંચ્યો હતો અને ત્યાં તેનું હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ઢોલ શરણાઈ વગાડીને અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું. હાલારના લોકોએ અનંત અંબાણીને ખાસ હાલારી પાઘડી પણ પહેરાવી અને મહિલાઓએ અનંત અંબાણીના ઓવારણા પણ લીધા હતા. આ નિમિત્તે ગ્રામજનો માટે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા લોકડાયરા તેમજ જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મહિલાઓએ લીધા ઓવારણા :

અનંત અંબાણીના પ્રી-વેડિંગની ઉજવણી જામનગરની રિલાયન્સ રિફાઈનરી પાસે આવેલા રિલાયન્સ ગ્રીન્સમાં થવાની છે. ત્યારે આ ઉજવણી પૂર્વે રિલાયન્સ રિફાઈનરી આસપાસ આવેલાં ગામડાઓમાં પણ અંબાણી પરિવાર દ્વારા આનંદના પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે. ગાગવા ગામ પહેલા અનંત અંબાણી નવાણિયા ગામમાં પણ પહોંચ્યો હતો. જ્યાં ગામની મહિલાઓએ અનંતની આરતી ઉતારી હતી અને ઓવારણાં લીધા હતા સાથે જ ગ્રામજનોએ આહીરાણી મહારાસની તસવીર પણ અનંત અંબાણીને ભેટમાં આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel