પોતાની થવાવાળી પત્ની પર ફૂલો વરસાવી રહ્યો છે મુકેશ-નીતા અંબાણીનો લાલ અનંત, જુઓ વીડિયો

મુકેશ અંબાણીની થનારી વહુ પર ફૂલ વરસાવી રહેલા અનંત અંબાણીનો વીડિયો વાયરલ, જોવાલાયક છે રિએક્શનનો વીડિયો

મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક છે. તેમનો પરિવાર અવાર નવાર ચર્ચામાં રહેતો હોય છે. ઇશા અંબાણી-આનંદ પીરામલ અને આકાશ અંબાણી-શ્લોકા મહેતાના શાહી લગ્ન બાદ હવે બધાની નજર અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટના લગ્ન પર છે.મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચેંટને ઘણો જ પ્રેમ કરે છે. જો કે, હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં અનંત અંબાણીનો રાધિકા પ્રત્યેનો પ્રેમ જોવાલાયક છે.

આ વીડિયોમાં અનંત અંબાણી રાધિકા પર ફૂલો વરસાવતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2018ની વાત છે જ્યારે રાધિકા ઇશા અંબાણી અને શ્લોકા મહેતા સાથેના તેના પરફોર્મન્સને કારણે ચર્ચામાં આવી હતી. તે બાદથી રાધિકાને અંબાણી પરિવારના બધા કાર્યક્રમમાં જોવામાં આવી હતી. જો કે, એ કહેવુ ખોટુ નહિ હોય કે પરિવારના બધા સભ્યોની જેમ રાધિકા પણ સ્પેશિયલ બોન્ડ ધરાવે છે.  જો કે, હજી સુધી અંબાણી પરિવાર તરફથી રાધિકા અને અનંતના સંબંધની કોઇ એનાઉન્સમેન્ટ થઇ નથી.

પરંતુ હાવભાવ અને તસવીરોથી સ્પષ્ટ છે કે, રાધિકા અને અનંત એકબીજાના પ્રેમમાં પાગલ છે.હાલ જે વીડિયો અનંત અને રાધિકાનો સામે આવ્યો છે, તેમાં અનંત રાધિકા પર ફૂલોની ટોપલીથી ફૂલો વરસાવતો જોવા મળી રહ્યો છે. અનંતના હાવભાવથી રાધિકા એકદમ ખુશ જોવા મળી રહી છે. જોકે, આ વીડિયો ક્યારનો અને ક્યાનો છે તે જાણી શકાયુ નથી. ઉલ્લેખનીય છે કે, આકાશ અંબાણી અને ઈશા અંબાણીની સગાઈ પછી મે 2018માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી તેમની સગાઈની અફવા ઝડપથી ફેલાઈ ગઈ.

જોકે, અનંતે આ અફવાઓને ફગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના સીઈઓ અને વાઇસ ચેરમેન વીરેન મર્ચન્ટની પુત્રી છે. ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકસ અને ઇકોનોમિક્સમાં ડિગ્રી પૂર્ણ કર્યા બાદ રાધિકા ભારત પરત આવી. થોડા સમય પહેલા જ અંબાણી પરિવાર દ્વારા રાધિકાની અરંગેત્રમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સેરેમનીમાં અંબાણી પરિવાર સહિત બોલિવુડની ઘણી હસ્તિઓ પણ સામેલ થઇ હતી.

Shah Jina