શ્રીકાશી વિશ્વનાથ ધામ પહોંચ્યો અનંત અંબાણી, અનંત બોલ્યો- બાબાનું ધામ અદ્ભૂત

વારાણસીમાં શ્રીકાશી વિશ્વનાથના કર્યા દર્શન, 10 મિનિટ સુધી કરી ખાસ પૂજા, રાધિકા સાથે સગાઇ પછી ખુશખુશાલ છે, જુઓ તસવીરો

દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. ગત વર્ષે રાજસ્થાન સ્થિત નાથદ્વારા મંદિરમાં તેની રોકા સેરેમની થઇ હતી અને તે બાદ 19 જાન્યુઆરીના રોજ તેની સગાઈ બિઝનેસમેન વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે થઈ હતી. અનંત અને રાધિકા તે બાદથી ચર્ચામાં છે.

લગ્ન પહેલા અનંત અને રાધિકા ઘણા મંદિરોની મુલાકાત લઇ ભગવાનના આશીર્વાદ લઇ રહ્યા છે. ત્યારે અનંત અંબાણી હાલમાં જ કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યો હતો અને અહીં તેણે નિયમાનુસાર પૂજા કરી હતી. આ દરમિયાન તેણે બાબાના દરબારમાં નમન કર્યા અને સુખી જીવનની કામના કરી. અનંત અંબાણીએ વિશ્વનાથ ધામના વખાણ કરતા કહ્યું કે બાબાનું ધામ અદ્ભુત અને સુંદર છે.

મોડી સાંજે અનંત લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પહોંચ્યો હતો અને ત્યાંથી તે સીધો કાફલા સાથે વિશ્વનાથ મંદિર પહોંચ્યો. તેણે 10 મિનિટ સુધી મંદિરમાં પૂજા કરી હતી. આ દરમિયાન તેણે બાબા વિશ્વનાથનો જલાભિષેક કર્યો હતો. તેણે બે બ્રાહ્મણોની હાજરીમાં વિધિવત પૂજા પણ કરી હતી. તેણે બાબાનો પ્રસાદ અને રૂદ્રાક્ષની માળા પણ ગ્રહણ કરી હતી.

આ દરમિયાન તેને મંદિરની દિવ્યતા અને ભવ્યતા વિશે પણ માહિતી આપવામાં આવી હતી. અનંતને બાબા વિશ્વનાથની તસવીર અને પંચ મેવાના લાડુ પણ પ્રસાદ તરીકે આપવામાં આવ્યા હતા. મંદિર પ્રશાસનના લોકોએ જણાવ્યું કે, તેમને અનંત અંબાણીના આગમન વિશે અગાઉથી કોઈ માહિતી નહોતી. અનંત અને રાધિકાની વાત કરીએ તો, 19 જાન્યુઆરીએ તેણે રાધિકા સાથે સગાઈ કરી હતી.

સગાઈ સેરેમનીમાં રિંગ ડોગ સાથે પહોંચી હતી જે ઘણું જ અદ્ભૂત હતુ. અગાઉ એન્ટિલિયામાં ગોળ ધાણા અને ચુનરી રસ્મ કરવામાં આવૂ હતી. આ પ્રસંગે અંબાણી પરિવારના સભ્યો દ્વારા એક આશ્ચર્યજનક ડાન્સ પરફોર્મન્સ પણ આપવામાં આવ્યું હતું. અનંતના લગ્નમાં તેના કાકા અનિલ અંબાણી અને કાકી ટીના અંબાણી પણ પહોંચ્યા હતા. બંને ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા.

આ સાથે અનેક ક્રિકેટ જગતના ખેલાડીઓ અને બોલિવૂડ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. જેમાં સચિન તેંડુલકર, અક્ષય કુમાર, ઐશ્વર્યા રાય, શ્રેયા ઘોષાલ સહિત ઘણા દિગ્ગજો સામેલ હતા. તમને જણાવી દઈએ કે અનંત અંબાણી રિલાયન્સ ન્યૂ એનર્જી બિઝનેસની જવાબદારી સંભાળી રહ્યા છે. તે Reliance 02C અને Reliance New Solar Energy ના ડિરેક્ટર છે.

Shah Jina