સંસ્કાર હોય તો આવા: અનંત-રાધિકાએ ગ્રામજનોને પોતાના હાથેથી ભોજન પિરસ્યું, અંબાણી પરિવારનો અસ્સલ ગુજરાતી અંદાજ

જામનગરમાં રિલાયંસ ટાઉનશિપ પાસે આવેલા જોગવડ ગામડામાં આજે સાંજે મુકેશ અંબાણી, અનંત અંબાણી અને થનારા વહુરાણી રાધિકા મર્ચેંન્ટ સહિત અંબાણી પરિવારના બીજા પરિવારના સભ્યોએ ગામડાના લોકોને પરંપરાગત રીતે ગુજરાતી જમણવાર પીરસ્યો હતો.

અંબાણી પરિવારમાં થનારા વહુ રાધિકાના નાની અને માતા-પિતા, વીરેન અને શૈલા મર્ચેંન્ટે પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો. લગભગ 51 હજાર લોકોને ભોજન પિરસવામાં આવશે.

અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના લગ્ન પૂર્વ સમારંભ માટે સ્થાનિક સમુદાયના આશીર્વાદ લેવા માટે અન્ન સેવાનું આયોજન કર્યું છે. ભોજન બાદ હાજર લોકોએ ડાયરાની મોજ માણી હતી. જેમાં કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોએ મોજ કરાવી હતી.

પેલી મરચી થી ત્રીજી માર્ચ સુધી જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનની ઇવેન્ટ છે. તેમાં અંબાણી પરિવારના આંગણે ખુશીના આ પ્રસંગમાં રિલાયન્સ આસપાસના ગ્રામજનો પણ

સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. એશિયાના સૌથી રિચ બિઝનેસમેન મુકેશ અંબાણીએ મેસુબનો અને ભજીયાનો સ્વાદ માણ્યો હતો. અંબાણી પરિવારનો અસ્સલ ગુજરાતી અંદાજ જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે અંબાણી ફેમિલીના નાના લાડલા અનંત અંબાણીના પ્રી-વેડિંગની ઉજવણી જામનગરની રિલાયન્સ રિફાઈનરી પાસે આવેલા રિલાયન્સ ગ્રીન્સમાં કરી રહ્યો છે. આ સમયે ઇવેન્ટમાં પૂર્વે રિલાયન્સ રિફાઈનરી આસપાસ આવેલાં ગામડાઓમાં પણ અંબાણી પરિવાર દ્વારા આનંદના પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે

વિવિધ ગામોમાં લોકડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે ઘણા ગામોમાં અનંત અંબાણી પોતે પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે મુલાકાત કરતા જોવા મળ્યા હતા.

 

YC