જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીનું ભવ્ય આયોજન છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ખુબ જ ખુશખુશાલ છે. તેમના ચહેરા પર પોતાની ખુશી છુપાવી શક્યા નથી. રાધિકાએ પ્રી-વેડિંગ સેલિબ્રેશનના ત્રીજા દિવસે સુંદર એન્ટ્રી કરી હતી. અંબાણી પરિવારે રવિવારે મહા આરતીનું આયોજન કર્યું હતું. આરતી પછી રાધિકાએ હ્રદયસ્પર્શી પરફોર્મન્સ પણ આપ્યું હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં, રાધિકા ‘કભી ખુશી કભી ગમ’ના ગીત ‘શવા શવા…‘ની કેટલીક લાઈનો ગાતી વખતે અનંત તરફ જતી જોવા મળી હતી.
આ હેપ્પી મોમેન્ટમાં એશિયાના સૌથી રીચેસ્ટ બિઝનેસમેન મુકેશ અંબાણી, નીતા અંબાણી, દીકરો દીકરી ઇશાનો પરિવાર પણ નજરે પડ્યો હતો. તમને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીનો ત્રીજો દિવસ હતો જે ખુબ જ જોરદાર રહ્યો છે. આ સેલિબ્રેશનની શરૂઆત ત્રીજા દિવસે સાંજે 6 વાગ્યે સાઈનિંગ ઈવેન્ટ શરૂ થઈ હતી.
આ વીડિયોમાં દુલ્હન રાઘિકાનું ખુબ જ સારી રીતે વેલકમ કરવામાં આવી રહ્યું છે. મહા આરતીમાં રાધિકા મર્ચન્ટ ખુબ જ સુંદર પોશાકમાં નજર આવી રહી છે. તેણે લાઇટ કલરની ચળિયાચોળી પહેરી હતી. આ સાથે તેણે કરોડોના ડાયમંડની જ્વેલરી પહેરી હતી. જે તેની લૂકની શોભા વધારી રહી હતી.
બીજા એક વિડીયોમાં રાધિકાની જોરદાર એન્ટ્રી જોવા મળી હતી જેમાં અનંત રાધિકાની રાહ જોતો દેખાય છે. પછી રાધિકા ‘દેખા તેનુ પહેલી-પહેલી બાર…’ ગીત પર ડાન્સ કરતી સ્ટેજ તરફ આવી અને અનંત રાધિકાનો હાથ પકડીને સ્ટેજ પર લઈ આવ્યો.
તમને જણાવી દઈએ કે ફંક્શનના લાસ્ટ ડે પર સાંજે 6 વાગ્યે સાઈનિંગ ઈવેન્ટ શરૂ થઈ હતી. જેમાં બધા લોકો માટે હેરિટેજ ઇન્ડિયન ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો. હસ્તાક્ષર ના પ્રોગ્રામ બાદ મહા આરતી થઇ જેમાં સમગ્ર અંબાણી પરિવાર જોવા મળ્યો હતો. આ દરમિયાન સલમાન ખાન અને શાહરૂખ ખાન સહિત બી ટાઉનના તમામ સ્ટાર્સ શાહી અંદાજમાં જોવા મળ્યા હતા.
View this post on Instagram