જેના પ્રિ વેડિંગની દેશ અને દુનિયામાં ચર્ચા છે એવા અનંત અને રાધિકા શું કામ કરે છે ? બંનેની આવક જાણીને તો હક્કાબક્કા રહી જશો

પ્રોપર્ટીના મામલે અનંત અંબાણીને ટક્કર આપે છે થનારી પત્ની રાધિકાનેટવર્થ જાણીને તો તમે પણ હક્કાબક્કા રહી જશો, જુઓ રાધિકા પાસે છે કેટલી સંપત્તિ

Anant Ambani and Radhika net worth : હાલ દેશભરમાં એક જ વાતની ચર્ચા ચાલી રહી છે અને તે છે દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંથી એક એવા મુકેશ અંબાણી પ્રિ વેડિંગ સેરેમનીની. આ પ્રસંગમાં દેશ અને દુનિયાના ઘણા બધા દિગ્ગજો જામનગરમાં આવી પહોંચ્યા છે અને 1થી 3 માર્ચ સુધી અહીંયા ઘણા બધા કાર્યક્રમો પણ થવાના છે. ત્યારે લોકોને પણ એ જાણવાની ઈચ્છા હશે કે અનંત અંબાણી અને રાધિકા અંબાણી કામ શું કરે છે અને તેમની નેટવર્થ કેટલી છે ?

અનંત અંબાણીની નેટવર્થ :

વાત કરીએ અનંત અંબાણીની તપ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. તેણે યુએસની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ તે મુંબઈ પાછા આવ્યો અને તેના પિતાની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવા લાગ્યો. મીડિયા રિપોર્ટ અનુસાર અનંત અંબાણીની કુલ સંપત્તિ 3,44,000 કરોડ રૂપિયા છે.

કોણ છે રાધિકા :

તો રાધિકા મર્ચન્ટ પણ કમાણીના મામલે તેના ભાવિ પતિને ટક્કર આપે છે. તમને જણાવી દઈએ કે રાધિકા પ્રખ્યાત બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી છે. તેનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો. રાધિકાએ ‘કેથેડ્રલ એન્ડ જ્હોન કોનન’ અને ઇકોલે મોન્ડિયેલ વર્લ્ડ મુંબઈમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં સ્નાતક પૂર્ણ કર્યું છે.

આટલી છે નેટવર્થ :

તેની સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા બાદ એક રિયલ એસ્ટેટ ફર્મમાં સેલ્સ પ્રોફેશનલ તરીકે કામ કરી રહી છે. જોકે, રાધિકાની નેટવર્થ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે 8-10 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે. તેના પિતા વિરેન મર્ચન્ટ જાણીતા ઉદ્યોગપતિ છે. GQ અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 755 કરોડ રૂપિયા છે. રાધિકાને ડાન્સ કરવાનો પણ ઘણો શોખ છે. તે એક ઉત્તમ ભરતનાટ્યમ નૃત્યાંગના છે. તેણે જિયો વર્લ્ડ સેન્ટરના ગ્રાન્ડ થિયેટર BKC દરમિયાન પ્રથમ વખત સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું.

 

Niraj Patel