આનંદ મહિન્દ્રાએ ગોલ્ડન બોય નીરજ ચોપરાને ગીફ્ટમાં આપી લક્ઝુરિયસ કાર, એથ્લીટે કહ્યું…

જ્યાંરથી નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો છે ત્યારથી ગોલ્ડન બોય ચર્ચામાં છે. નીરજ ચોપરાએ પોતાના ભાલા વડે ગોલ્ડ પર નિશાન તાકીને કરોડો દેશવાસીઓને ગૌરવ અપાવ્યું છે. ચોપરાના પ્રશંસકોમાં એક બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ છે.

તેમણે નીરજ ચોપરાને લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી છે. શનિવારે સાંજે મહિન્દ્રા XUV700 સાથે ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કરતાં નીરજે કહ્યું, “આનંદ મહિન્દ્રા જી તમારો આભાર. મહાન કસ્ટમાઇઝેશન સાથે વ્હીલ્સના નવા સેટ માટે આભાર. હું કારને જલ્દીથી બહાર કાઢવા માટે આતુર છું.

નીરજ ચોપરા માટે, મહિન્દ્રા XUV700 એ એક પ્રકારનું વર્ઝન છે. તે ખાસ કરીને ટોક્યો 2020માં ભારતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા માટે બનાવવામાં આવ્યું છે. મહિન્દ્રા XUV700ને 5 અને 7 સીટર વિકલ્પોના વેરિએન્ટમાં રજૂ કરવામાં આવી છે. તેની કિંમત 12.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 23 લાખ રૂપિયા સુધી જાય છે.

મહિન્દ્રા XUV700 નીરજ ચોપરા એડિશન : નવી XUV700 નું વૈશ્વિક ડેબ્યુ 14 ઓગસ્ટના રોજ થયું હતું. 2020 ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ તેના ડેબ્યુ પહેલા જવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિન્દ્રાએ ત્યારબાદ નીરજને નવી XUV700 નું સ્પેશ્યલ મોડેલ ભેટ આપવાની જાહેરાત કરી.

નીરજ ચોપરા માટે, XUV700ને મિડનાઈટ બ્લેક એક્સટીરીયર કલરમાં બહાર અને અંદર બન્ને તરફ ગોલ્ડન એક્સેંટ સાથે જોવામાં આવ્યું છે. કારમાં નીરજ માટે ગોલ્ડન ફ્રન્ટ ગ્રિલ જોવા મળી છે. ગોલ્ડ ટોક્યો 2020 ઓલિમ્પિકમાં તેના સુવર્ણ પદકનું પ્રતીક છે.

Mahindra XUV700 ની ડિલિવરી આજથી શરૂ થઈ ગઈ છે. મહિન્દ્રાએ સ્પેશિયલ ગોલ્ડ એડિશન XUV700 પણ રજૂ કર્યું છે. મહિન્દ્રાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં F64 મેન્સ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ વિજેતા સુમિત અંતિલને પણ આ લક્ઝુરિયસ કાર ભેટમાં આપી છે. આનંદ મહિન્દ્રાએ કહ્યું, સુમિત અંતિલ અમને તમારા પર ગર્વ છે. અમને અમારો ‘ભાલો’ તમારી સાથે શેર કરવાનું શોભાગ્ય આપવા બદલ આભાર!

YC