એકવાર ફરીથી આનંદ મહિન્દ્રાજીએ પોતાનું વચન પૂર્ણ કર્યું છે, વચનના પાક્કા એવા આનંદજીએ ભારતીય ક્રિકેટર જગતના ખેલાડી એવા મોહમ્મદ સિરાજને પણ ચમચમાતી એસયુવી મહિન્દ્રા થાર ભેંટમાં આપી છે.

સિરાજે આ જાણકારી ઇન્સ્ટા અને ટ્વીટર એકાઉન્ટ પર શેર કરીને આપી છે અને આનંદજીનો આભાર માન્યો છે.સિરાજે આભાર માનતા લખ્યું કે,”મારી પાસે આ સુંદર ક્ષણને વર્ણવવા માટે શબ્દો નથો, હું આ સુંદર મહિન્દ્રા થારને મેળવીને ખુબ જ ખુશ છું.
સિરાજે આગળ લખ્યું કે,”આ કાર એક્વા મેરિન રંગની છે. હાલના સમયમાં હું ચેન્નાઇ ક્રિકેટ એકેડેમીમાં આઈપીએલની તૈયારી કરી રહ્યો છું માટે આ શાનદાર ભેંટ લેવા માટે ભાઈ અયાન મિર્જા અને અને માં શબાના બેગમ પહોંચ્યા છે.હું આ બધા માટે તમારો આભાર માનું છું મહિન્દ્રા સર”. સિરાજે શેર કરેલી તસ્વીરમાં નવી ગાડી સાથે તેની માં અને ભાઈ દેખાઈ રહ્યા છે.
View this post on Instagram
આનંદ મહિન્દ્રાએ કુલ 6 ક્રિકેટરોને એસયુવી થાર આપવાનું વચન આપ્યું હતું, જેમાં આગળના દિવસોમાં આનંદજી શાર્દુલ ઠાકુર અને ટી નટરાજનને ગાડી ભેંટમાં આપી ચુક્યા છે.