આણંદમાં BMW લક્ઝુરિયસ કાર માંડવે ન પહોંચતા વરરાજાને આવ્યો ગુસ્સો ! કન્યાને ઉઠાવ્યું ખતરનાક પગલું – ત્યાં હાજર બધાના હોંશ ઉડી ગયા

આણંદમાં બની ચકચારી ઘટના: BMW કાર મંડપ સુધી ન આવતા વરરાજાને ગુસ્સો આવ્યો અને કન્યાએ ઉઠાવ્યું ખતરનાક પગલું – જોવા જેવી થઇ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર લગ્નની એવી એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે કે સાંભળી આપણે પણ ચોંકી જઇએ છીએ. ઘણીવાર દહેજના કિસ્સાઓ સામે આવે છે, જેમાં દહેજ માંગ્યુ ન મળતા કન્યાને મંડપમાં છોડી વરરાજાની જાન પાછી વળાવી લેવામાં આવતી હોય છે. હાલમાં ગુજરાતના આણંદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે ભારે ચકચાર જગાવી મૂકી છે. આણંદના નાપાડવાંટા ગામે પરણવા આવેલી જાન કન્યાને મંડપમાં મૂકીને એટલે જ લીધા વિના જ પરત ફરી હતી.

Image source

વિદાય સમયે મંડપે જવાનો રસ્તો સાંકડો હોવાથી વરરાજાની BMW કાર મંડપ સુધી પહોંચી શકી ન હતી. આને લઇને વરરાજાને ગુસ્સો આવ્યો અને અહમ ઘવાવવાને કારણે વરરાજા કન્યાને લીધા વિના જ પરત ફર્યો હતો. જેને કારણે કન્યાની વિદાય હજી થઇ શકી નથી. ત્યારે હવે આ મામલો જય ભારતી ફાઉન્ડેશનમાં પહોંચ્યો છે. જ્યાં વરરાજાએ દહેજમાં 2 લાખ રૂપિયા અને બાઈક માંગી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આ ઘટના લગભગ 2 દિવસ પહેલાં બની હતી. જો કે હજુ સુધી કન્યાએ આશા છોડી નથી.

આ કન્યાના પિતા નથી અને તેના લગ્ન માટે ભાઈએ પોતાની જમીન ગીરવે મુકી હતી. આમ છતાં વરરાજા નવવધૂને લીધા વિના પરત ફર્યા છે. આ ઘટનાએ તો સમગ્ર આણંદ સહિત રાજયભરમાં ભારે ચર્ચા જગાવી છે. હાલ તો હવે ભારતી ફાઉન્ડેશન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે આ કન્યાને તેનો પતિ હસતા મુખે લઇ જાય. ત્યારે બીજી તરફ આ ઘટના સામે આવતા લોકો વરરાજાની આ હરકતને વખોડી રહ્યા છે.

બીજી બાજુ જોઈએ તો સમાજના ઘણા લોકો દુલ્હાની આ હરકતને વખોડી રહ્યા છે. દીકરીને ન્યાય અપાવવા હામ ભરી રહ્યા છે. અત્યારે દીકરી એકી ટશે તેનો પતિ તેને લેવા આવશે તેવુ રટણ કરી રહી છે. આજે આ ઘટના ને બે દિવસ વીતવા છતાં આ કન્યા કોડ ભરી નજરે પોતાના પતિ ની રાહ જોઈ રહી છે અને તેણે હજુ પણ આશની મીટ માંડી પોતાના હાથે મેરેજ પહેલા બાંધેલ મીંઢળ અને ગળામાં પહેરેલ વરમાળા ઉતારી નથી.

સામાજિક ટિકાનો વ્યાપક ભોગ બનવા છતાં વરપક્ષ બાપ વિનાની દીકરીની અને તેના પરિવારની વેદના સમજવા તૈયાર નથી. સાસરે જવાના ઓરતાં લઈ સુખદ સમાધાનની રાહ જોતી નવવધૂના ઓરતાં પુરા થાય તે માટે ઘણા વડીલો સક્રિય બન્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાપાડ વાંટામાં પિતા ન હોવાથી ભાઈએ જ બહેનના મેરે ધામધૂમથી કરવાની જવાબદારી ઉપાડી હતી. જેથી તેણે તેની જમીન પણ ગીરવે મુકી હતી અને તમાકુના પૈસા આવતા કરિયાવર સહિત અન્ય વ્યવસ્થાઓ કરી હતી. પછી જાનમાં આવેલા મહેમાનોની આગતા સ્વાગતામાં કોઇ કસર ન રહે તે માટે છૂટા હાથે નાણાં ખર્ચ્યાં હતાં. જોકે, વરરાજાએ સમગ્ર પ્રસંગને ચિંતાના માહોલમાં પરિવર્તિત કરી દીધું હતું.

Shah Jina