આણંદમાં 6 કલાકની અંદર જ અકસ્માતના કારણે 6 જિંદગીઓ હોલવાઈ ગઈ, ગમખ્વાર અકસ્માતમાં પરિવારે પોતાના કાળજાના કટકા ગુમાવ્યા

ઝડપ બની મોતની સજા: મોડી રાત્રે એક્સપ્રેસ હાઇવે પર ડાકોરના ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યો તો તારાપુરમાં પંચમહાલના 3 લોકો ટ્રેકટર નીચે દબાયા.. જુઓ રૂંવાડા ઉભા કરી દેનારા અકસ્માતની તસવીરો

ગુજરાતમાં અકસ્માતના મામલાઓ સતત સામે આવતા જોવા મળે છે. કેટલાય રોડ અકસ્માતમાં કેટલીય જિંદગીઓ હોલવાઈ જાય છે. ત્યારે ગત રોજ આણંદમાંથી પણ એવી બે ભયાનક અકસ્માતની ઘટનાઓ સામે આવી, જેમાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને લઈને મોતને ભેટેલા લોકોના પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો.

આ અકસ્માતમાં સૌથી પહેલી ઘટના મોડી રાત્રે બની હતી. જેમાં ડાકોરમાં એક દવાના વેપારીને ઇકો કારમાં તેમના ઘરે વડોદરા છોડવા માટે ગયેલા ત્રણ યુવાનો પરત ફરી રહ્યા હતા ત્યારે વહેરાખાડી નજીક એક્સપ્રેસ વે પર તે ઉભેલી ટ્રકમાં કાર ઘુસી ગઈ હતી જેમાં ત્રણેય યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

(મૃતક: ચિરાગ સોલંકી)

આ બાબતે મળી રહેલી વધુ માહિતી પ્રમાણે અમિતભાઇ પંડ્યા નામના વેપારી ડાકોર કોઈ કામ માટે આવ્યા હતા. ત્યારે તેમને વડોદરા પરત મુકવા જવા માટે ગાડીના ડ્રાઈવર સુનિલ વિનોદ પરમારને ફોન કર્યો હતો. વિનોદે તેના બે મિત્રો ચિરાગ સોલંકી અને રાહુલ માળીને પણ ફોન કરીને બોલાવ્યા અને તેમની સાથે વડોદરા વેપારીને મુકવા માટે ગયો.

(મૃતક: રાહુલ માળી)

રાત્રે 10 વાગ્યે તેમને વડોદરા ઉતારીને ત્રણેય પરત ફરી રહ્યા હતા ત્યારે જ તેમની પુરપાટ ઝડપે દોડતી ઇકો કાર વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ઉભેલી ટ્રકની પાછળના ભાગે ઘુસી ગઈ હતી. જેમાં તે ત્રણેય મોતને ભેટ્યા હતા. આ મામલે ખંભોળજ પોલીસ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. ત્રણેય મિત્રોની એક સાથે અર્થી નીકળતા જ ડાકોરમાં શોકનો માહોલ છવાયો હતો.

(મૃતક: સુનિલ પરમાર)

અન્ય એક બનાવમાં તારાપુરમાં ડાંગરની રોપણીનું કામ ચાલતું હોય જીચકા ગમે રહેતા અજીતભાઈ પટેલે તેમના ખેતરમાં રોપણી માટે મજૂરો રોક્યા હતા. જે વહેલી સવારે 6 વાગે 14 જેટલા મજૂરોને લઈને કમલેશ મકવાણા નામનો વ્યક્તિ લઈને નીકળ્યો હતો. ત્યારે જીચકા ગામના બસ સ્ટેન્ડ નજીક તળાવ પાસે વળાન્કમાં ટ્રેકટર પુરપાટ ઝડપે હંકારતા તેને સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.

જેના કારણે ટ્રેકટર નજીકના કાંસમાં ટ્રોલી સાથે જ પલ્ટી મારી ગયું હતું. જેના બાદ મજૂરોએ બુમાબુમ કરતા લોકો બચાવવા માટે આવી ગયા હતા. આ ઘટનામાં ટ્રોલી નીચે દબાવવાના કારણે રેમશ ડામોર, ધર્મેશ ભુરીયા અને સૌબલઃ મખનાભાઇના મોત નિપજ્યા હતા. તમામ મૃતકો પંચમહાલ જિલ્લાના રહેવાસી હતા. પોલીસે આ મળે ટ્રૅક્ટરના ડ્રાઈવર વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે. (તસવીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

Niraj Patel