હવે શું કરશો? અમૂલે પણ ભાવમાં કર્યો એકસાથે આટલા રૂપિયાનો વધારો! જાણો નવો ભાવ

સામાન્ય જનતા એક તરફ પેટ્રોલ-ડિઝલના ભાવના વધારા સામે ઝઝૂમી રહી છે, તેમજ ખાવાના તેલની વધતી કિંમતથી તે પરેશાન છે. સમગ્ર દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોંચતા જઇ રહ્યા છે અને ત્યારે હવે સામાન્ય જનતાને વધુ એક ફટકો પડ્યો છે. અમૂલે દૂધની કિંમતોમાં વધારો ઝીંકી દીધો છે.

તમને જણાવી દઇએ કે, દૂધની કિંમતમાં 2 રૂપિયાનો વધારો થયો છે. દૂધની આ વધારેલી કિંમત 1 જુલાઇ 2021થી લાગુ કરી દેવામાં આવશે. સુમુલ ડેરીએ પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો હતો અને હવે અમુલે પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે.

હવે અમુલની 500 મીલીની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે ત્યારે અમુલ ગોલ્ડ 500 મીલી પહેલા 28 રૂપિયાની મળતી હતી જે હવે ભાવ વધારા બાદ 29 રૂપિયાની મળશે. તેજ રીતે અમુલ તાજા, શક્તિ, ટી સ્પેશિયલ બફેલો દુધ બધામાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

અમૂલે તમામ બ્રાન્ડના દૂધમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ વધારો ઝીકી દીધો છે. હવે અમૂલ ગોલ્ડ પ્રતિ લિટર 58 રૂપિયામાં મળશે, અમૂલ તાજા પ્રતિ લિટર હવે 46 રૂપિયામાં મળશે, અને અમૂલ શક્તિ પ્રતિ લિટર હવે 52 રૂપિયામાં મળશે. અમૂલ દ્વારા કરવામાં આવેલો આ ભાવ વધારો આવતી કાલ એટલે કે 1 જુલાઇ 2021થી અમલી થશે.

Shah Jina