પહેલા અયોધ્યા…હવે જલસામાં લાગ્યો ‘રામ દરબાર’, સફેદ સંગેમરમરના મંદિરમાં શિવલિંગ, અભિષેક કરતા જોવા મળ્યા અમિતાભ બચ્ચન- જુઓ તસવીરમાં કેટલુ ભવ્ય અને આલિશાન છે બિગ બીનું મંદર

અમિતાભ બચ્ચનના ઘરની અંદર પણ છે ખૂબ સુંદર રામ મંદિર, સીતા અને લક્ષ્મણ સાથે વિરાજમાન છે રામલલા

Amitabh Bachchan White Marble Temple In Jalsa:બોલિવૂડના શહેનશાહ તરીકે ઓળખાતા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો તેમજ વીડિયો શેર કરતા રહે છે. આ ઉપરાંત તેઓ કેટલીકવાર અલગ-અલગ બાબતો પર પોતાના મંતવ્યો પણ શેર કરે છે. આ સાથે સાથે તે ચાહકોને પોતાના જીવનની ઝલક પણ બતાવતા રહે છે અને આગામી પ્રોજેક્ટ્સ સંબંધિત માહિતી પણ આપતા રહે છે.

અમિતાભ બચ્ચનના ઘરનું સુંદર રામ મંદિર

હાલમાં જ બિગ બી અયોધ્યા ફરીવાર ગયા હતા, જ્યાં તેમણે રામલલાના દર્શન કર્યા હતા. આ દરમિયાનની પણ તેમણે તસવીર શેર કરી હતી. ત્યારે હાલમાં તેમણે વધુ કેટલીક તસવીરો શેર કરી છે, જે મુંબઈમાં તેમના ઘર જલસાની છે. અમિતાભે જલસામાં બનેલ મંદિરની અંદરની ઝલક ચાહકો સાથે ટ્વિટર પર શેર કરતા લખ્યું, ‘T4918 આસ્થા (વિશ્વાસ) શિવજીને દૂધ અર્પણ અને તુલસીને જળ અર્પણ.’

રામની સાથે લક્ષ્મણ અને માતા સીતાની પણ મૂર્તિઓ

તેમની આ પોસ્ટમાં આરસથી બનેલ ‘રામ મંદિર’ દેખાઈ રહ્યું છે, જે જોવામાં ખૂબ જ આકર્ષક છે. તસવીરોમાં જોઈ શકાય છે કે બિગ બીના ઘરના મંદિરમાં અનેક દેવી-દેવતાઓની સફેદ આરસની મૂર્તિઓ જોવા મળી રહી છે. આ ઉપરાંત, શેર કરેલી તસવીરોમાં જોઈ શકાય છે કે, શ્રી રામની સાથે લક્ષ્મણ અને માતા સીતાની મૂર્તિઓ પણ છે, જેમને તાજા ફૂલોથી હાર પહેરાવવામાં આવ્યા છે.

આરસના સ્ટેન્ડ પર શિવલિંગ

આ ઉપરાંત સફેદ આરસના સ્ટેન્ડ પર શિવલિંગ પણ મૂકવામાં આવ્યું છે, જેના પર અમિતાભ દૂધ ચઢાવતા જોવા મળે છે. ચાહકો બિગ બીના આ રામ મંદિરને ખૂબ પસંદ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચને શેર કરેલા જલસાના ‘રામ મંદિર’માં નાના હનુમાનજીની મૂર્તિ સાથે ગણેશજીની મૂર્તિ પણ જોવા મળે છે. બીજી તરફ ભગવાન શ્રી કૃષ્ણ અને સરસ્વતી માતા દૃશ્યમાન છે.

મંદિરની છત પર સોનાની ઘંટડીઓ

આ ઉપરાંત મંદિરની છત પર સોનાની ઘંટડીઓ લટકેલી છે. લુકની વાત કરીએ તો, આ દરમિયાન બિગ બી બ્લેક હૂડી અને મેચિંગ પેન્ટમાં ઉઘાડા પગે જોવા મળી રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં સાયન્સ-ફિક્શન એક્શન થ્રિલર ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં દીપિકા પાદુકોણ અને પ્રભાસ સાથે જોવા મળશે.

વર્કફ્રન્ટ

નાગ અશ્વિનની આ ફિલ્મમાં કમલ હસન અને દિશા પટની પણ જોવા મળશે, જે 9 મે, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય તે કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘સેક્શન 84’માં પણ જોવા મળશે.

Shah Jina