ડોક્ટર અને એન્જીનીયર કરતા પણ વધારે છે અમિતાભ બચ્ચનના બોડીગાર્ડનો પગાર, સાંભળીને હેરાન રહી જશો

IAS, IP,S ડોકટરો, એન્જીનીયરો પણ શરમાઈ જશે અમિતાભના બોડીગાર્ડનો વાર્ષિક પગાર સાંભળીને

સેલેબ્રિટીઓના બોડીગાર્ડ અને તેમના પગારની ચર્ચાઓ સોશિયલ મીડિયા અને ન્યુઝ મીડિયામાં અવાર નવાર ચર્ચાતી હોય છે. ત્યારે હાલમાં જ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના બોડીગાર્ડના તરફસરની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમિતાભના બોડીગાર્ડને વાર્ષિક 1.5 કરોડના પગારની ચર્ચાઓ બાદ આ એક્શન લેવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે અમિતાબ બચ્ચનના પોલીસ બોડીગાર્ડ જીતેન્દ્ર શિંદે હાલમાં જ તેના પગારને લઈને ખબરોમાં આવ્યો હતો. ખબર એવી હતી કે તેનો પગાર 1.5 કરોડ રૂપિયા વાર્ષિક છે. હવે પોલીસ બોડીગાર્ડ જિતેન્દ ઉપર 1.5 કરોડના વાર્ષિક કમાણીના આરોપો બાદ તેનું ટ્રાન્સફર કરી દીધું છે. જીતેન્દ્ર વિરુદ્ધ આ મામલામાં ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી પણ શરૂ થઇ ગઈ છે.

કોન્સ્ટેબલ જીતેન્દ્ર શિંદેને મુંબઈ પોલીસ ડિપાર્ટમેન્ટથી એટેચ કરી દેવામાં આવ્યો છે જે અત્યાર સુધી અમિતાભ બચ્ચનનો બોડીગાર્ડ હતો. છેલ્લા કેટલાક વર્ષોથી તે આ ભૂમિકામાં જોડાયેલો હતો. હાલમાં જ મીડિયાની અંદર એવી ખબર આવી હતી કે તેની વાર્ષિક કમાણી 1.5 કરોડ છે. હવે આ મામલામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી કે શિંદેને આ કમાણી ક્યાંથી થઇ રહી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે શિંદેએ પોલીસને જણાવ્યું છે કે તે સિક્યોરિટી એજન્સી પણ ચલાવે છે. આ સિક્યોરિટી એજન્સી દ્વારા તે ઘણા બધા સેલેબ્સને સુરક્ષા આપવાનું કામ કરે છે. શિંદેએ જણાવ્યું કે તેની પત્ની સિક્યોરિટી એજન્સી ચલાવે છે અને બિઝનેસ પણ તેના નામ ઉપર જ છે. મુંબઈ પોલીસ હવે આ સમગ્ર મામલાની તપાસ કરશે. શિંદેએ એ વાતની ના પાડી છે કે તે અમિતાભ તેને 1.5 કરોડ આપે છે.

મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે કોઈપણ પોલીસ વાળાનું પોસ્ટિંગ કોઈ એક જગ્યાએ પાંચ વર્ષથી વધારે ના થઇ શકે. જીતેન્દ્ર અમિતાભ સાથે વર્ષ 2015થી કામ કરી રહ્યો છે. અમિતાભને સરકાર તરફથી એક્સ કેટેગરીની સુરક્ષા મળી છે. જેમાં હંમેશા બે કોન્સ્ટેબલ પોસ્ટેડ રહે છે. શિંદેને ઘણા અવસર ઉપર અમિતાભ સાથે સિક્યોરિટીના રૂપમાં જોવામાં આવ્યો છે. હાલમાં શિંદેને સાઉથ મુંબઈના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.

Niraj Patel