દુલ્હન બની કેટરીના કૈફ, અમિતાભ બચ્ચન-જયા બચ્ચને કર્યુ કન્યાદાન, જુઓ તસવીરો

ફેન્સ માટે ખુશખબરી: થઇ ગયા કેટરિનાના લગ્ન પણ….

કેટરીના કૈફ ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. જલ્દી જ તે રોહિત શેટ્ટીની ફિલ્મ “સૂર્યવંશી”માં અક્ષય કુમાર સાથે જોવા મળશે. ફિલ્મ ઉપરાંત તે હાલમાં વિકી કૌશલ સાથેના સંબંધને લઇને પણ ચર્ચામાં છે. જો કે, આ વિશે બંનેમાંથી કોઇએ પોતાનું નિવેદન આપ્યુ નથી. પરંતુ હાલ અભિનેત્રી તેના બ્રાઇડલ લુકને લઇને ચર્ચામાં આવી છે.

કેટરીનાની આ તસવીરો ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. તસવીરોમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પણ જોવા મળી રહ્યા છે. બંને કેટરીનાનું કન્યાદાન કરતા જોવા મળી રહ્યા છે. તસવીરોમાં જોવા મળી રહ્યુ છે કે, તેઓ કેટરીનાને મંડપ સુધી લઇ જાય છે. તસવીરો જોતા જ બધાએ કેટરીનાને શુભકામના આપવાનું શરૂ કરી દીધુ હતુ.

દુલ્હનના ગેટઅપમાં જોવા મળી રહેલ કેટરીના અને માતા પિતા તરીકે જોવા મળી રહેલ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની આ તસવીરો એક જાહેરાતના શુટની છે, જેમાં કેટરીનાનું કન્યાદાન બિગ બી કરતા જોવા મળી રહ્યા છે. અમિતાભ અને જયા દુલ્હન કેટરીના સાથે ડાંસ પણ કરી રહ્યા છે.

સુપરસ્ટાર અમિતાભ બચ્ચને જયા બચ્ચન, કેટરીના કૈફ અને નાગાર્જુુન સાથે એક જાહેરાતનુ શુટિંગ કર્યુ છે. આ દરમિયાનની સ્ટાર્સની તસવીરો ખૂબ વાયરલ થઇ હતી. કેટરીના તૈયાર થઇને ટાઇમપાસ માટે પત્તા રમતી પણ જોવા મળી રહી છે.

કેટરીનાનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. એક તસવીરમાં ત્રણેય બોલિવુડ સ્ટાર્સ ઉપરાંત સાઉથ સિનેમાના સ્ટાર્સ પણ જોવા મળી રહ્યા છે. એક તસવીરમાં નાગાર્જુન છે જે લેજેંડ્રી અક્કિનેકી નાગેશ્વર રાવના દીકરા છે.

તેમજ શિવરાજ કુમાર છે જે કન્નડ સિનેમાના લેજેંડ્રી અને આઇકોનિક ડોક્ટર રાજ કુમારના દીકરા છે અને આ ઉપરાંત તમિલ સિનેમાના લેજેંડ્રી અને આઇકોનિક એક્ટર શિવાજી ગણેશનના દીકરા પ્રભુદેવા છે. કેટરીનાના આ શુટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

કેટરીના ક્રીમ કલરના લહેંગામાં ખૂબ જ ખૂબસુરત લાગી રહી છે. ત્યાં જ જયા અને બિગ બી બંને ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહ્યા છે. અમિતાભ વ્હાઇટ કુર્તા અને પિંક પાઘડીમાં જોવા મળી રહ્યા છે, તો ત્યાં જયા બચ્ચન સાડીમાં જોવા મળી રહ્યા છે.

બિગ બી કેટરીનાના લગ્નમાં ખૂબ જ નાચી રહ્યા છે. આ તસવીરો એક એડ શો દરમિયાનની છે, જેમાં કેટરીના બિગ બી અને જયાની દીકરીની ભૂમિકામાં જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે, આ શુટિંગ છેલ્લા વર્ષે જાન્યુઆરીમાં થયુ હતુ. અમિતાભે ત્યારે તેમના બ્લોગ પર શુટિંગની તસવીરો શેર કરી હતી. આ તસવીરો શેર કરી બિગ બીએ લખ્યુ હતુ કે, તેમના લગ્ન થઇ રહ્યા છે.

વર્કફ્રંટની વાત કરીએ તો, અમિતાભ અયાન મુખર્જીની ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”માં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ડિંપલ કાપડિયા જેવા સ્ટાર્સ છે. આ ઉપરાંત તે “ચહેરે” “મેડે” “ઝુડ” અને “ધ ઇંટર્ન”માં જોવા મળશે.

કેટરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, કેટરીનાની ફિલ્મ સૂર્યવંશી પણ રીલિઝ માટે તૈયાર છે.  જો કે, કોરોનાને કારણે 2 વાર ફિલ્મની રીલિઝ રોકવામાં આવી છે.

Shah Jina