અમિતાભ બચ્ચને તેમનું દિલ્હીમાં આવેલું પારિવારિક મકાન અધધધ કરોડમાં વેચ્યું, જાણો કોને ખરીદ્યુ અમિતાભનું આ ઘર ?

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના વૈભવી જીવન વિશે આપણે બધા જ પરિચિત છીએ. તેમની પાસે મુંબઈમાં અઢળક સંપત્તિ છે. આ ઉપરાંત તેમનું એક ખાનદાની મકાન દિલ્હીમાં પણ હતું. આ બંગલાનું નામ “સોપાન” હતું. પરંતુ હાલ ખબર આવી રહી છે કે અમિતાભે આ મકાન વેચી દીધું છે.ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર અમિતાભે દિલ્હીના ગુલમોહર પાર્કમાં સ્થિત આ ઘર 23 કરોડ રૂપિયામાં વેચ્યું છે. તમને જણાવી દઈએ કે અમિતાભના માતા-પિતા તેજી બચ્ચન અને હરિવંશ રાય બચ્ચન દિલ્હીના આ ઘરમાં રહેતા હતા. એવા અહેવાલો છે કે આ ઘરનું ગયા વર્ષે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

ઈકોનોમિક ટાઈમ્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નેઝોન ગ્રુપની સીઈઓ અવની બદરે અમિતાભ બચ્ચનનું દિલ્હીનું ઘર ‘સોપાન’ ખરીદ્યું છે. તે બચ્ચન પરિવારને 35 વર્ષથી વધુ સમયથી ઓળખે છે. અહેવાલો અનુસાર, અમિતાભના 418.05 ચોરસ મીટરના ઘરની રજિસ્ટ્રી 7 ડિસેમ્બર, 2021ના રોજ પૂર્ણ થઈ હતી.

મીડિયા સાથે વાત કરતા અવનીએ કહ્યું, ‘આ બિલ્ડીંગ જૂની હોવાથી અમે અમારી જરૂરિયાત મુજબ તેને રિનોવેટ કરવાની યોજના બનાવીએ છીએ. અમે ઘણા વર્ષોથી આ વિસ્તારમાં રહીએ છીએ અને વધારાની મિલકતની શોધમાં હતા. જ્યારે આ ઓફર આવી ત્યારે અમે હા પાડી અને તરત જ આ ઘર ખરીદી લીધું.

અમિતાભ બચ્ચનનો આ બંગલો 418.05 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેની માતા તેજી બચ્ચનના નામે નોંધાયેલ છે. તમને જણાવી દઈએ કે મુંબઈ જતા પહેલા અમિતાભ અહીં પોતાના માતા-પિતા સાથે રહેતા હતા. અલાહાબાદ છોડ્યા પછી આ બે માળનું આવાસ બચ્ચન પરિવારનું અન્ય કોઈ શહેરમાં પ્રથમ ઘર હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર, આ બંગલાની આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે જ્યારે હરિવંશ રાય બચ્ચન અહીં રહેતા હતા, ત્યારે તેઓ બંગલામાં કવિતા સેશન કરતા હતા.

Niraj Patel