અમિત શાહે મુલાયમ સિંહ યાદવને આપી શ્રદ્ધાંજલિ, તસવીરો આવી સામે

મુલાયમ સિંહ યાદવના નિધન બાદ પહેલી તસવીર આવી સામે, અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ

સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન થયું હતુ. ત્યારે હવે તેમના નિધન બાદ પહેલીવાર તસવીરો સામે આવી છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહ તેમને શ્રદ્ધાંજલિ આપવા મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ અખિલેશ યાદવને પણ મળ્યા હતા. તમને જણાવી દઈએ કે મુલાયમ સિંહ યાદવનું લાંબી બીમારી બાદ ગુરુગ્રામ મેદાંતા હોસ્પિટલમાં 10 ઓક્ટોબરે નિધન થયું હતું. તેમના નિધન બાદ પીએમ મોદી અને સીએમ યોગી સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.

નેતાજીના નિધન બાદ તેમના પાર્થિવ દેહને દિલ્હીથી સૈફઈ લઈ જવામાં આવશે. અહીં અંતિમ દર્શન કર્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ માહિતી સામે આવતા જ રાજ્યના તમામ જિલ્લાઓમાંથી સપા અને નેતાજીના સમર્થકો સૈફઈ માટે રવાના થઈ રહ્યા છે. તેમના અંતિમ દર્શન માટે માત્ર યુપી જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ દિગ્ગજ નેતાઓ પહોંચી રહ્યા છે. સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવના નિધન બાદ યુપીમાં ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે.

આ માહિતી સીએમ યોગીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. સીએમએ ટ્વીટમાં લખ્યું કે, ‘ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું નિધન ખૂબ જ દુઃખદ છે. તેમના નિધનથી સમાજવાદના મુખ્ય સ્તંભ અને સંઘર્ષશીલ યુગનો અંત આવ્યો. હું તેમની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને શોકગ્રસ્ત પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. મુલાયમ સિંહ યાદવના નિધન પર ઉત્તર પ્રદેશ સરકારે ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે.

તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. શોકની આ ઘડીમાં તેમણે તેમના પુત્ર અખિલેશ યાદવ સાથે ફોન પર વાત કરીને સંવેદના વ્યક્ત કરી હતી. મુલાયમ સિંહના અંતિમ સંસ્કાર બુધવારે બપોરે 3 વાગે કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. યોગી આદિત્યનાથે કહ્યું કે હું મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે સૈફઈ જઈશ. મુલાયમ સિંહ યાદવ જીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

Shah Jina