ખબર

ભારતના સૌથી મોટા નેતાને થયો કોરોના, ડૉક્ટરોની સલાહ પ્રમાણે હૉસ્પિટલમાં ભરતી- વાંચો આગળ

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ 19 એ હવે ભારતને હડફેટે લીધું છે. દેશમાં અત્યારે કુલ 17 લાખ ઉપર કેસ નોંધાઈ ચુક્યા છે એવા માં અનેક નામી લોકો પણ સપડાયા છે. ત્યારે અત્યારે બ્રેકીંગ ન્યુઝ આવી છે કે આપણ દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ખુદ અમિત શાહે આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે.

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટમાં જણાવ્યું કે કે, ‘કોવિડના શરૂઆતનાં લક્ષણો દેખાવા પર મે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મારી હેલ્થ ઠીક છે, પરંતુ ડૉક્ટરોની સલાહ પર હૉસ્પિટલમાં ભરતી થઈ રહ્યો છું. તમારામાંથી જે પણ છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાને આઇસોલેટ કરી લે અને પોતાની તપાસ કરાવરાવે.’

કયા કયા નેતાઓને ભય હોય શકે ?

ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન, રાજનાથસિંહ અને નીતિન ગડકરી સહિતના લોકોને કોરોનાનો ચેપના ચાન્સ છે. કારણ કે કેબિનેટ બેઠકમાં આ તમામ નેતાઓ ગૃહમંત્રીના સંપર્કમાં આવ્યાં હતા.