ભારતના દેશી યુવકના પ્રેમમાં પાગલ થઇ ગઈ અમેરિકાની છોકરી, પોતાનો દેશ છોડીને ભાગી ભાગી આવી ભારતમાં.. ફિલ્મોને પણ ટક્કર આપે એવી છે પ્રેમ કહાની

યુવકે ફેસબુક પર અમેરિકી છોકરીનો ફોટો કર્યો લાઈક, ધીમે ધીમે વાતોમાં થયો પ્રેમ અને હવે યુવતીએ ભારત આવીને…. જાણો સમગ્ર મામલો

ઇન્ટરનેટ પર ઘણા લોકોની પ્રેમ કહાનીઓ વાયરલ થતી હોય છે જેમાં સોશિયલ મીડિયા દ્વારા જ કોઈ દૂર દેશની યુવતી કે યુવકના પ્રેમમાં લોકો પડે છે અને પછી તમામ બંધનો તોડીને બંને એકબીજા સાથે લગ્ન કરી લેતા હોય છે. હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આવી ઘણી કહાનીઓ પણ સામે આવી રહી છે. (Image Credit: youtyube/Shiddat)

ત્યારે હાલ એવા જ એક યુવકની કહાની સામે આવી છે જેના માટે અમેરિકાથી એક યુવતી આવી અને તેની સાથે લગ્ન કરવાની છે. આ કહાની એક અમેરિકન છોકરી એરેન અને ભારતીય છોકરા સંદીપની છે. એરેન તેના પ્રેમ સંદીપને મળવા માટે સાત સમુદ્ર પાર કરીને ભારત આવી છે. આ બંનેની લવસ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. આવો જાણીએ કેવી રીતે શરૂ થઈ એરેન અને સંદીપની લવ સ્ટોરી?

યુટ્યુબ ચેનલ શિદ્દતને આપેલા ઈન્ટરવ્યુમાં સંદીપે કહ્યું કે તે 23 વર્ષનો છે જ્યારે એરેન 19 વર્ષની છે. બંનેની પહેલી મુલાકાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર થઈ હતી. આજથી ચાર વર્ષ પહેલા 2019માં બંનેએ પહેલીવાર વાત કરી હતી. સંદીપના કહેવા પ્રમાણે, એરેને ફેસબુક પર તેનો એક ફોટો લાઈક કર્યો હતો, જેના પછી વાતચીત શરૂ થઈ હતી. જો કે, સંદીપને એવી પણ આશંકા હતી કે ફેસબુક એકાઉન્ટ નકલી હોઈ શકે છે.

અમેરિકન યુવતી એરેને કહ્યું કે હું શીખ ધર્મ વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતી. સંદીપ શરૂઆતથી જ વાત કરવામાં ખૂબ જ સરળ હતો. ધીમે ધીમે વાત આગળ વધી અને ડેટિંગ સુધી પહોંચી. હવે બંને જલ્દી જ એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. એરેને જણાવ્યું કે ગયા વર્ષ સુધી તેના પરિવાર પાસે તેના બોયફ્રેન્ડ સંદીપ સાથે જોડાયેલી કોઈ માહિતી નહોતી. જો કે, જ્યારે તેણે તેના પરિવારના સભ્યોને આ વિશે વાત કરી તો તેઓ સંમત થયા.

એરેને કહ્યું કે તે કોર્ટમાં સંદીપ સાથે લગ્ન કરશે અને પછી અમેરિકા પરત જશે. આ પછી તે ફરી ભારત આવશે. એરેને વધુમાં કહ્યું હતું કે પ્રેમ બે વ્યક્તિ વચ્ચે હોય છે. જો આવું થાય તો બાકીની બાબતોમાં કોઈ ફરક પડતો નથી. આ ઉપરાંત સંદીપે કહ્યું કે તેણે સૌથી પહેલા તેની બહેનને એરેન વિશે જણાવ્યું હતું. જોકે, જ્યારે એરેન તેને મળવા સંદીપના ઘરે પહોંચી ત્યારે આસપાસના તમામ લોકોની પ્રતિક્રિયા જોવા જેવી હતી. બધા કહેવા લાગ્યા કે છોકરો ભૂરી લાવ્યો.

Niraj Patel