અમદાવાદમાં માતા સામે જ 6 વર્ષીય લાડકવાયો પુત્ર કચડાઈને મૃત્યુ પામ્યો, સમગ્ર મામલો વાંચીને ધ્રુજી ઉઠશો

અમદાવાદમાં માં-બાપ સાવધાન થઇ જજો: માતાની નજર સામે જ 5 વર્ષના બાળકનું દર્દનાક મૃત્યુ, બાળકની લાશને પોટલામાં ભરવી પડી

ગુજરાતમાં ઘણીવાર અકસ્માતે મોતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ખાસ કરીને અમદાવાદમાં બેફાન વાહનો ચલાવવા એ કોઇ હવે નવી વાત રહી નથી અને આને પગલે અનેકવાર અકસ્માતમાં ઘણા નિર્દોષ અને માસૂમો જીવ ગુમાવતા હોય છે. હાલમાં અમદાવાદમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં આજે પાંજરાપોળ વિસ્તારમાં સહજાનંદ કોલેજ નજીક ડમ્પરચાલકે દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહેલી એક્ટિવાચાલક મહિલાને અડફેટે લીધી હતી, આ દરમિયાન ડમ્પરની ટક્કરે 5 વર્ષના બાળકનું માતાની નજર સમક્ષ જ મોત થયું હતું. આ મામલે ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

ઉલ્લેખનીય છે કે મૃતકનો 1 જૂનના રોજ જન્મદિવસ હતો. મૃતક આંબાવાડીમાં આવેલી અમૃત જ્યોતિ સ્કૂલમાં જુનિયર કેજીમાં ભણતો હતો. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, આઝાદ સોસાયટીમાં રહેતા સુરભીબેન તેમના 5 વર્ષિય દીકરા દહર ભટ્ટને આંબાવડી ખાતે આવેલી અમૃત જ્યોતિ સ્કૂલ મુકવા જતા હતા અને આ દરમિયાન તેઓ જયારે સહજાનંદ કોલેજ પાસે પહોંચ્યા ત્યારે AMC કચરો ભરવાની ટ્રક એટલે કે ડમ્પર તેમના પર ચડી ગઈ . આ અકસ્માતમાં દહર નીચે પટકાયો અને તેના પર ડમ્પરનું ટાયર ફરી વળ્યુ હતું. રસ્તા પર અકસ્માત દરમિયાન ઘણા જ કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

દહરના માથા પરથી ટાયર ફરી વળતા માસના લોચા રોડના ડામર સાથે ચોંટી ગયા હતા અને તેનું ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતુ. આ અકસ્માતમાં મહિલાને ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આઝાદ સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટમાં રોનક ભટ્ટ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ જમીન દલાલ તરીકે કામ કરે છે. તેમની સાથે તેમના પત્ની સુરભી અને તેમનો 5 વર્ષિય દીકરા દહર રહે છે. રોનક ભાઈ રોજ તેમના પુત્રને સ્કૂલે મુકવા જાય છે. પરંતુ તેમના પિતાનું આજે ઓપરેશન હોવાને કારણે તેઓ તેમના પિતાને લઈને હોસ્પિટલ ગયા હતા એટલે સુરભીબેન દહરને સ્કૂલે મુકવા ગયા હતા.

પરંતુ સુરભીબેનને કયાં ખબર હતી કે તેમના દીકરાનું આવી રીતે ટક્કરને કારણે મોત થશે.  સુરભીબેન દહરને લઈને સહજાનંદ કોલેજ પાસે પહોંચ્યા હતા. ત્યારે નહેરુનગર તરફથી AMCનુ કચરાનું ડમ્પર આવતું હતું. આ ડમિપરે સુરભીબેનની એક્ટિવાને ટક્કર મારી ત્યારે દહર આગળ બેઠો હોવાથી એક્ટિવા પરથી ફગોળાઈને નીચે પટકાયો. ડમ્પરની સ્પીડ એટલી વધારે હતી કે દહર પર ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું.

અકસ્માત થતા દહરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. આ બાળકની લાશના અવશેષ આમ તેમ વિખરાઈ ગયા હતા, એને કપડામાં ભેગા કરવામાં આવ્યા હતાં અને પોટલું વાળીને હોસ્પિટલમાં લઈ જવું પડ્યું હતું. આ જગ્યાએ હાજર લોકો આ દ્રશ્ય જોઈને ફફડી ઉઠ્યા હતા. હાલ તો આ પ્રકરણમાં ડમ્પર ચાલક ફરાર છે, તેને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

Shah Jina