અંબાણી પરિવાર રાખી રહ્યો છે ઇવેન્ટ કવર કરવા આવેલા પેપરાજીઓનું ખાસ ધ્યાન, નાસ્તામાં જોવા મળી ગુજરાતની સ્પેશિયલ વેરાયટી- જુઓ વીડિયો

પેપ્સ માટે નાસ્તાથી માંડીને VIP લાઉન્જ સુધી… અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવી છે આ ખાસ વ્યવસ્થા- જોઈને અભિભૂત થઇ જશો

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન ગુજરાતના જામનગરમાં કરવામાં આવ્યું છે. જેનો આજથી પ્રારંભ થયો છે. 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલનાર આ ફંક્શનમાં બોલિવૂડથી લઇને હોલીવુડ સુધીની મહાન હસ્તીઓ ભાગ લેવા જઈ રહી છે.

હોલીવુડ પોપ સ્ટાર રીહાના પરફોર્મ કરવાની છે અને આને લઇને તે ગુરુવારે જામનગર પહોંચી હતી. આ સિવાય અર્જુન કપૂર, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન સહિત ઘણા દિગ્ગજ કલાકારો આ પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપી રહ્યા છે. આજે સાંજે મહેમાનો માટે ઇવનિંગ ઇન એવરલેન્ડ-થીમ આધારિત કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રણ દિવસ સુધી અલગ અલગ થીમ આધારિત ફંક્શન યોજાશે અને છેલ્લે યોજાશે હસ્તાક્ષર સેરેમની. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મીડિયા અને મહેમાનો માટે ખાવા-પીવાની પણ ખાસ વ્યવસ્થા કરાઇ છે. પેપરાજીને એરપોર્ટ પર અંબાણી પરિવાર તરફથી નાસ્તો મળ્યો હતો અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

અંબાણી પરિવાર દ્વારા ઈવેન્ટ કવર કરવા આવેલા પેપરાજીઓને આપવામાં આવેલ નાસ્તામાં ઢોકળા, સેવ, સેન્ડવિચ, સફરજન અને જ્યુસ જેવી વસ્તુઓ રાખવામાં આવી છે.આ સિવાય VIP લોન્જનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જે ખૂબ જ અદભૂત છે. સમગ્ર સ્થળને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

અગાઉ એવી માહિતી મળી હતી કે તમામ વીઆઈપી મહેમાનો અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે ટેન્ટમાં રહેશે. અને હવે આ ભવ્ય વીઆઈપી લોન્જનો વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આખા લોન્જને પારંપરિક પેઇન્ટિંગ્સથી સજાવવામાં આવ્યો છે જેની અંદર પેસ્ટલ રંગના સોફા રાખવામાં આવ્યા છે. સમગ્ર સ્થળ એકદમ રંગીન લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આટલું જ નહીં, VIP મહેમાનો માટે ખાસ વેલકમ ડ્રિંક પણ તૈયાર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ઘણા વીડિયોમાં જોવામાં આવ્યું છે કે કેવી રીતે ભારે સુરક્ષા સાથે મહેમાનોનું સ્વાગત કરવા માટે એરપોર્ટની બહાર VIP વાહનો તૈનાત છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina