અંબાણી પરિવારની લેડીઝ કરોડોની જ્વેલરી સાથે કેમ હાથમાં પહેરે છે કાળો દોરો ? જાણો હકિકત
અંબાણી પરિવારની લેડીઝ ક્યારેક પોતાની સાદગી તો ક્યારેક સ્ટાઇલિશ લુકને લઇને ચર્ચામાં રહે છે, જો કે આ વખતે તેમની ચર્ચાનું કારણ મોંઘા કપડા કે કરોડોની જ્વેલરી નથી…તાજેતરમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં યોજાયું હતું.
આમાં અંબાણી પરિવારની મહિલાઓના કપડાં અને ઘરેણાંની ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ આ સિવાય બીજી એક વાત હતી જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું, અને તે હતુ અંબાણી મહિલાઓના હાથ પર બાંધેલો કાળો દોરો. જો તમે ધ્યાન ન આપ્યું હોય તો જણાવી દઈએ કે પ્રી વેડિંગ ફંક્શનના દરેક લુકમાં નીતા અંબાણીથી લઈને રાધિકા મર્ચન્ટ સુધી દરેકના હાથ પર કાળો દોરો બાંધેલો જોવા મળ્યો હતો. તો ચાલો જાણીએ શું છે તેનું કારણ….
નીતા અંબાણી માત્ર મુકેશ અંબાણીની પત્ની જ નહીં પરંતુ એક બિઝનેસવુમન પણ છે. આ સિવાય તે ફિટનેસ, ડિઝાઈનર કપડા અને મોંઘી જ્વેલરી માટે ચર્ચામાં રહે છે. પરંતુ કરોડોની જ્વેલરી સાથે પણ કાળો દોરો હંમેશા તેમના હાથમાં બાંધેલો જોવા મળે છે. એવું કહેવાય છે કે જો હાથ પર કાળો દોરો પહેરવામાં આવે છે, તો તે ના માત્ર સફળતા સુનિશ્ચિત કરે છે પરંતુ ખરાબ નજરથી પણ બચાવે છે અને શરીરના રોગો પણ દૂર કરે છે.
આ જ કારણ છે કે જ્યારે પણ નીતા અંબાણી ઘરની બહાર જાય છે, ત્યારે તે ચોક્કસ કાળો દોરો બાંધે છે. નીતા અંબાણીની વહાલી દીકરી ઈશા અંબાણી પણ ભલે વેસ્ટર્ન લુક કેરી કરે કે ટ્રેડિશનલ, હંમેશા તેના હાથ પર કાળો દોરો બાંધેલી જોવા મળે છે. આ પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા પણ પરિવાર સાથે આ પરંપરાને અનુસરે છે. શ્લોકા ફંક્શન દરમિયાન હાથ પર કાળો દોરો બાંધેલી જોવા મળે છે.
આ સિવાય થવાવાળી નાની વહુ રાધિકા મર્ચન્ટ પણ હવે આ યાદીમાં સામેલ થઈ ગઈ છે. તાજેતરના પ્રી-વેડિંગ ફંક્શનમાં રાધિકાના પણ હાથમાં કાળો દોરો જોવા મળ્યો હતો.